વિજ્ઞાન અનુસાર જે પથ્થર આંગળીઓના દમ પર ઉઠાવી શકાય તેને એકલા ઉઠાવવો બાળકોની રમત જેવો માનવામાં આવે છે, પરંતુ આ શિવ મંદિરમાં વિજ્ઞાનનો સિદ્ધાંત પણ ફેઈલ થઈ જાય છે. જે પથ્થરને આંગળીઓના દમ પર ઉઠાવી શકાય છે, તેને મોટા મોટા બાહુબલી પણ નથી ઉઠાવી શકતા અને આ ફર્ક પેદા થાય છે માત્ર શિવના જાપથી. લોકોનો દાવો છે કે, તાકાતવર માણસ પણ જે પથ્થરને હલાવી નથી શકતો, તે મહાદેવનું નામ લઈ તેને આંગળી પર ઉઠાવી શકે છે. આ ચમત્કાર શિવના ધામમાં છે. અથવા શિવના જાપમાં છે, કા તો આ પથ્થરમાં છે.
આ વાતની તપાસ કરવા ન્યૂઝ18ની ટીમ નીકળી પડી તે અદ્ભૂત શિવલોકના સફરે. લોકો પથ્થર ઉટાવવાની ઘટનાને શિવનો ચમત્કાર માને છે. પરંતુ ન્યૂઝ18ની ટીમ આને ચમત્કાર ન માની આ રહસ્યમય પહેલીને ઉજાગર કરવા જઈ રહી છે દિલ્હીથી લગભગ 550 કિમી દૂર ઉત્તરાખંડના પિથૌરગઢમાં મોસ્ટા માનો મંદિર. હજારો લોકોનું માનવું છે કે, મોસ્ટા માનૂ પથ્થરમાં અલૌકિક શક્તિઓ છે. આ સાથે એવી માન્યતા છે કે જે આ પથ્થરને જે ખભા સુધી ઉઠાવી લે તેનો બેડો પાર થઈ જાય.
અમારી ટીમે પિથૌરગઢમાં મોસ્ટા માનો મંદિર વિશે ઘણી તપાસ કરી. ત્યારે ટીમને પહેલો એવો વ્યક્તિ મળ્યો જેણે આ ચમત્કારી પથ્થરને જોયો હતો. પ્રશાંત ભેંસોડા નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેણે કેટલીએ વખત આ પથ્થરને ઉઠાવવાની કોશિસ કરી પરંતુ તેને ઉઠાવી ન શક્યો. ટીમ એ સમજવાની કોશિસ કરી રહી હતી કે, શું તે ચમત્કારી પથ્થર સાથે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત છે, કે તેનું કોઈ અન્ય જ રહસ્ય છે. ટીમને જણાવવામાં આવ્યું કે, મોસ્ટા માનો મંદિર પિથોરગઢથી આગળ ચંડાક વન વિસ્તારમાં છે.
લોકોએ જણાવ્યું કે, મોસ્ટા દેવતા ભગવાન શિવનું જ એક રૂપ છે, પરંતુ ચંડાક વનનો સંબંધ છે મા કાલી સાથે. પૌરાણિક કથા અનુસાર શંભુ-નિશુમ્ભે મા કાલીને પડકાર ફેકવા માટે શક્તિશાળી રાક્ષસ ચંડ-મુંડને તેમની પાસે મોકલ્યા. મા કાલીએ ચામુંડા અવતાર દારણ કરી ચંડ-મુંડનું વધ કર્યું. માન્યતા છે કે, ચંડાક વન તે જ જગ્યા છે જ્યાં ચંડ-મુંડ રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. લાંબા સફર બાદ ટીમ પહોંચી પિથોરગઢના મોસ્ટા માનુ મંદિરમાં.
અહીં એક એવું રહસ્ય છુપાયેલું છે જેને જાણવા માટે કોઈ પણ બેચેન થઈ જાય. મોસ્ટા માનો મંદિરનો પ્રવેશ દ્વાર ભવ્ય છે. મંદિર પરિસરમાં પહોંચતા જ ટીમને એક અદ્ભૂત હિંચકો જોવા મળ્યો. આ હિંચકો કોઈ મામુલી હિંચકો નથી. આને દેવ લોકનો હિંચકો કહેવામાં આવે છે. આ પશુપતિનાથનું મંદિર કહેવામાં આવે છે. લોકોએ જણાવ્યું કે, અહીં દેવી માં હિંચકે ઝુલતા હતા. શ્રાવણ મહિનામાં આ હિંચકા પર ઝુલવું પુણ્ય માનવામાં આવે છે. પહેલા આ હિંચકો દેવદારના ઝાડ પર હતો, વર્ષ 1923માં આ હિંચકાને લોખંડની પાઈપમાં લગાવાવમાં આવ્યો. અહીં પહેલા દેવદારનું ઝોડ હતું, આ જ્યારે ઝુલે ત્યારે તેમાં ઘંટી વાગતી રહે છે.
જો સાચે જ આ પથ્થર ભારે છે તો, કેવી રીતે લોકો તેને આંગળીથી ઉઠાવી શકે છે. જો આ કોઈ ચમત્કાર થઈ રહ્યો છે તો કેવી રીતે. ટીમ એ પણ જોવા માંગતી હતી કે, જે પથ્થરને મોટા તાકાતવર લોકો પણ ન ઉઠાવી શકે, તે પથ્થરને મહાદેવનું નામ લઈ આંગળી પર કેવી રીતે ઉઠાવી શકાય છે.
આ પહેલીને સુલજાવવા માટે ટીમ પિથોરગઢના મોસ્ટા માનો મંદિરમાં દાખલ થઈ. આ મંદિર ભગવાન શિવના અન્ય મંદિર જેવું જ હતું, પરંતુ આને અદ્ભૂત બનાવે છે આ પથ્થર, જે શિવલોકના એક ખુણામાં રાખવામાં આવ્યો હતો.
લોકો જે પથ્થર વિશે ચમત્કારની કહાની સંભળાવી રહ્યા હતા, તે એક શિવલિંગના આકારનો હતો. આ પથ્થર વિશે જે કહેવામાં આવે છે, તેના પર ટીમને વિશ્વાસ નથી, કારણ કે પથ્થર વિશે કરવામાં આવી રહેલ દાવો વિજ્ઞાનના સિદ્ધાંત પર ખરો નથી ઉતરતો.
આ પથ્થરની બનાવટ કઈંક અલગ જ છે. તેની લંબાઈ 2 ફૂટ અને ગોળાઈ લગભગ 1 ફૂટ છે. આમાં પકડ બનાવવા માટે કોઈ જગ્યા જ નથી. લોકોનું કહેવું છે કે, જે આ પથ્થરને હટાવી દેશે, તેની કિસ્મત બદલાઈ જશે. અને તે ધનવાન બની જશે.
લોકો જણાવે છે કે, આ પથ્થર નેપાળથી લાવવામાં આવ્યો છે. તે સમયે નેપાળી ડોકામાં આ પથ્થર લાવવામાં આવ્યો હતો. નેપાળથી લાવીને આને અહીં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આજ સુધી તેને કોઈ હટાવી નથી શક્યું.
ટીમે મંદિર પ્રશાસન પાસે આ પથ્થરને તોલવાની મંજૂરી માંગી, પરંતુ પથ્થરને આસ્થાનું પ્રતિક બતાવીને અમારી ટીમને ના પાડી દીધી. લગભગ અનુમાન છે કે, આ પથ્થર 80 કિલો થી લઈ 1 ક્વિંટલ વજનનો હશે.
શું આ પથ્થર ખરેખર તમારી કિસ્મત બદલી શકે છે? જોઈશું આવતા અંકમાં...
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર