Home /News /dharm-bhakti /Vinayaka Chaturthi 2022: જાણો ક્યારે છે માગશર મહિનાની વિનાયક ચતુર્થી? સુખ-સંપત્તિ માટે કરો આ ઉપાય
Vinayaka Chaturthi 2022: જાણો ક્યારે છે માગશર મહિનાની વિનાયક ચતુર્થી? સુખ-સંપત્તિ માટે કરો આ ઉપાય
વિનાયક ચતુર્થી
Vinayaka Chaturthi 2022 Upay: માગશર મહિનાની વિનાયક ચતુર્થી 27 નવેમ્બર, રવિવારના રોજ છે. વિનાયક ચતુર્થીના દિવસે, તમે તમારા વ્યવસાય અથવા કારકિર્દીમાં પ્રગતિ કરવા માટે કેટલાક સરળ પગલાં લઈ શકો છો.
માગશર માસની વિનાયક ચતુર્થી 27 નોવેમ્બર રવિવારે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરે છે અને વ્રત રાખે છે. વિનાયક ચતુર્થીના દિવસે તમે તમારા બિઝનેસ અને કરિયરમાં પ્રગતિ માટે કેટલાક સરળ ઉપાય કરી શકો છો, એનાથી વિઘ્નહર્તા ગણેશજી પ્રસન્ન થાય છે અને મનોકામના પણ પુરી થાય છે. તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસે જાણીએ વિનાયક ચતુર્થીના ઉપાયો અંગે.
વિનાયક ચતુર્થી 2022 મુહૂર્ત
વિનાયક ચતુર્થીની તારીખ: 26 નવેમ્બર સાંજે 07:28 PM થી 27 નવેમ્બરના રોજ 04:25 PM વિનાયક ચતુર્થી પૂજા મુહૂર્ત: સવારે 11:06 થી બપોરે 01:12
1. ઇચ્છા પરિપૂર્ણતા માટે
વિનાયક ચતુર્થીના દિવસે સવારે સ્નાન કર્યા પછી વિધિ-વિધાન પ્રમાણે ગણેશજીની પૂજા કરો. તે દરમિયાન ગણપતિ બાપ્પાને કપાળ પર લાલ સિંદૂર લગાવો અને નીચે આપેલા મંત્રનો જાપ કરો. તેનાથી પ્રસન્ન થઈને ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરશે.
વિનાયક ચતુર્થી પર, તમારી કારકિર્દીમાં પ્રગતિ માટે હળદરના ઉપાય કરો. પૂજા સમયે ગણેશજીને હળદરના 5 ગંઠા અર્પણ કરો. આ દરમિયાન 'શ્રી ગણાધિપતયે નમઃ' મંત્રનો જાપ કરો. આ ઉપાય તમે દર બુધવારે પણ કરી શકો છો.
3. વ્યવસાયમાં પ્રગતિ માટે
વિનાયક ચતુર્થીના દિવસે, તમારા કાર્યસ્થળ પર અથવા જ્યાં તમારી પાસે વ્યવસાય માટે ઓફિસ હોય ત્યાં સ્થાયી મુદ્રામાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. એમના પગ જમીનને સ્પર્શવા દો. આમ કરવાથી તમને તમારા વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ મળશે.
ચતુર્થીના દિવસે તમારે સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ ગણેશ જીના મંત્ર 'ઓમ હસ્તિ પિશાચિની લિખે સ્વાહા'નો ઓછામાં ઓછો એક માળા અથવા 108 વાર જાપ કરો. ગણપતિની કૃપાથી તમારા ધનમાં વધારો થશે.
5. અવરોધો દૂર કરવા
વિનાયક ચતુર્થીના અવસર પર, તમારા ઘરના પૂજા સ્થાન અથવા કોઈપણ ગણપતિ મંદિરમાં ગણેશજીને ઓછામાં ઓછી 21 દુર્વા ચઢાવો. આને ગણેશજીના મસ્તક પર અર્પણ કરવું જોઈએ. આ પછી ગોળના 21 નાના લાડુ બનાવીને બાપ્પાને ચઢાવો. તેમની કૃપાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થશે.
ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરતી વખતે તેમને મોદક અર્પણ કરો. જો મોદક ન હોય તો મગના લાડુ ચઢાવો. આ ગણેશજીને ખૂબ જ પ્રિય છે. તેમના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે પ્રગતિ પણ થશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર