વિનાયક ચતુર્થી 2021: જાણો વિનાયક ચતુર્થીનું મહત્વ અને તેની પૂજા વિધિ

ગણેશ ચતુર્થી

વિનાયક ચતુર્થી વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ પ્રચલિત છે. વરદ શબ્દનો અર્થ થાય છે કે ભગવાનને કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે કહેવું.

  • Share this:
હિંદુ વૈદિક કેલેન્ડર પંચાંગ અનુસાર અષાઢ માસમાં વિનાયક ચતુર્થી 13 જુલાઈ મંગળવારના રોજ એટલે કે આજે છે. વિનાયક ચતુર્થી આજે સવારે 8:24 વાગ્યાથી શરૂ થઈને 14 જુલાઈના રોજ સવારે 8:02 વાગ્યે પૂર્ણ થાય છે. પૂજા કરવાનો શુભ સમય આજે સવારે 11:25 વાગ્યે શરૂ થશે અને 14 જુલાઈએ બપોરે 02:03 વાગ્યે આ શુભ સમય પૂર્ણ થશે.

વિનાયક ચતુર્થી 2021નું મહત્વ

શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે વિનાયક ચતુર્થી મનાવવામાં આવે છે. જે ભક્ત ભગવાન ગણેશમાં વિશ્વાસ રાખે છે, તે લોકો માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમને જ્ઞાન તથા ધૈર્ય પ્રદાન કરે. વિનાયક ચતુર્થી વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ પ્રચલિત છે. વરદ શબ્દનો અર્થ થાય છે કે ભગવાનને કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે કહેવું.

વિનાયક ચતુર્થીની પૂજા વિધિ

દર મહિને બે વાર ચતુર્થી આવે છે, મહત્વપૂર્ણ ચતુર્થી ભાદ્રપદ્ર મહિનામાં ઊજવવામાં આવે છે. જે ગણેશ ચતુર્થી તરીકે પ્રચલિત છે. અનેક શહેરોમાં આ દિવસે રજા આપવામાં આવે છે. સામાન્ય રીતે ગણેશ ચતુર્થીની પૂજા દિવસે કરવામાં આવે છે. જે ભક્તો ગણેશ ચતુર્થીનો ઉપવાસ કરે છે, તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે, નવા કપડા પહેરે છે અને પૂરી શ્રદ્ધા સાથે ઉપવાસ કરે છે.

જે લોકો આ દિવસે ઉપવાસ કરે છે તેમને નોન વેજ ખાવાની પરવાનગી હોતી નથી અને તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહે છે. ઉપવાસ કરવા દરમિયાન માત્ર દૂધ, ફળ અને જે ભોજનમાં લસણ અને ડુંગળી ન હોય તેવું ભોજન કરવાનું રહે છે.

શુભ મૂહુર્તમાં પૂજા કરવા દરમિયાન ભગવાન ગણપતિની મૂર્તિ સામે દીવો કરે છે અને ભગવાન ગણેશને કુમકુમ, ચંદન, ફૂલ અને મોદક અર્પણ કરે છે. ભક્ત ભગવાન ગણેશનું ધ્યાન ધરે છે અને તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે.

ગણેશ ચતુર્થીનો ઉપવાસ કરવા દરમિયાન ભક્ત વિનાયક ચતુર્થીની વ્રત કથા વાંચે છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન ગણેશની આરતી કરે છે. આરતી કર્યા બાદ મિત્રો અને પરિવારજનોને પ્રસાદની વહેંચણી કરે છે.
First published: