Lord Ganesha: આજે વિનાયક ચતુર્થી, જાણો ભગવાન ગણેશ વિશેની આ રોચક વાતો
Lord Ganesha: આજે વિનાયક ચતુર્થી, જાણો ભગવાન ગણેશ વિશેની આ રોચક વાતો
વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Lord Ganesha Puja: હિંદુ ધર્મ શાસ્ત્રોમાં દરેક ભગવાન સાથે જોડાયેલી ઘણી કથાઓ અને માન્યતાઓ વાંચવા મળે છે. તેમાંથી જ એક છે ભગવાન ગણેશ (Lord Ganesha Facts), જેમના વિશે આજે અમે અમુક રોચક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
Lord Ganesha Puja: આજે વૈશાખ માસની વિનાયક ચતુર્થી (Vinayak Chaturthi) નું વ્રત છે. વિનાયક ચતુર્થી વ્રત દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે અને સંકષ્ટી ચતુર્થી વ્રત કૃષ્ણ પક્ષની ચતુર્થી પર રાખવામાં આવે છે. વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિંદુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન ગણેશ (Sri Ganesha) ને સૌથી પહેલા પૂજવાથી દરેક કાર્ય સફળ થાય છે. ભગવાન ગણેશના પૂજન માટે બુધવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. લંબોદર પોતાના ભક્તો પર બહુ જલ્દી પ્રસન્ન થઈને તેમને સદ્બુદ્ધિ અને શુભ આશિષ પ્રદાન કરે છે.
હિંદુ ધર્મ શાસ્ત્રોમાં દરેક ભગવાન સાથે જોડાયેલી ઘણી કથાઓ અને માન્યતાઓ વાંચવા મળે છે. તેમાંથી જ એક છે ભગવાન ગણેશ (Lord Ganesha Facts), જેમના વિશે આજે અમે અમુક રોચક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
ભોપાલના રહેવાસી જયોતિષાચાર્ય પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે, શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશનું વાહન ઉંદર એક રાક્ષસ હતો. રાક્ષસને એક યુધ્ધમાં પરાજિત કરીને ભગવાન ગણશે તેને ઉંદર બનાવી નાખ્યો હતો. ત્યારબાદ તેણે ભગવાન ગણેશને તેમનું વાહન બનાવવાની આજીજી કરી હતી.
ભગવાન ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે લખવાના મામલે ભગવાન ગણેશની કોઈ બરાબરી નથી કરી શકતું. આ જ કારણે ઋષિ વેદવ્યાસે ભગવાન ગણેશને મહાભારત લખવા માટે પસંદ કર્યા હતા. ભગવાન ગણેશે સતત 3 વર્ષ સુધી મહાભારત લખી હરી. ત્યારે જઈને એ પૂરી થઈ હતી.
ઘણાં લોકોને એવું લાગે છે કે ભગવાન ગણેશને લીલો રંગ પ્રિય છે. પરંત, એવું બિલકુલ નથી. ભગવાન ગણેશને સિંદૂરી રંગ બહુ પ્રિય છે. તેમને લાલ જાસૂદનું ફૂલ દુર્વા સાથે અર્પિત કરવાથી તેમની પૂજા પૂરી થાય છે.
માન્યતાઓ અણસાર ભગવાન ગણેશની પીઠ પાછળ દરિદ્રતાનો વાસ હોય છે. એટલે ભગવાન ગણેશના દર્શન હંમેશા સામેની બાજુથી કરવા જોઈએ, પીઠ પાછળથી ન કરવા જોઈએ.
ભગવાન ગણેશને પારિવારિક સમસ્યા દૂર કરનારા દેવતા પણ કહેવામાં આવે છે. એટલે પારિવારિક સુખ મેળવવા માટે ભગવાન ગણેશની નિયમિત રૂપે પૂજા કરવી અને તેમને દુર્વા અર્પિત કરવું ભક્ત માટે અત્યંત લાભદાયી નીવડી શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર