Home /News /dharm-bhakti /Kumbhakarna Katha: આ વરદાનના કારણે 6 મહિના સૂતો હતો કુંભકર્ણ, વાંચો રસપ્રદ કથા

Kumbhakarna Katha: આ વરદાનના કારણે 6 મહિના સૂતો હતો કુંભકર્ણ, વાંચો રસપ્રદ કથા

શા માટે 6 મહિના સૂતો હતો કુંભકર્ણ

Kumbhakarna Katha: કુંભકર્ણને કઠોર તપ કરીને અનેક વરદાન મળ્યા હતા. એક વરદાનને કારણે કુંભકર્ણ 6 મહિના સુધી સૂતો હતો અને 6 મહિના જ જાગતો. ચાલો જાણીએ આ કથા વાર્તા વિશે.

    રામાયણના પ્રમુખ પાત્રોમાંથી એક કુંભકર્ણ લંકાના રાજા રાવણનો નાનો ભાઈ હતો. કુંભકરણ પોતાના ભાઈ રાવણની જેમ જ તપસ્વી હતો. કુંભકર્ણ કઠોર તપસ્યા કરી ઘણા વરદાન પ્રાપ્ત કર્યા હતા. એક વરદાનના કારણે જ કુંભકર્ણ 6 મહિના સુતો હતો અને 6 મહિના જાગતો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે કુંભકર્ણને 6 મહિના સુવાનું વરદાન ક્યાંથી મળ્યું હતું. કુંભકર્ણના 6 મહિના સુવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે, જેમાંથી બે મુખ્ય કથા છે. પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ આજે બંને કથાઓ અંગે વિસ્તારથી જણાવશે.

    પહેલી કથા

    પૌરાણિક કથા અનુસાર, કુંભકર્ણ પોતાના ભાઈ રાવણ અને વિભીષણની જેમ એકદમ કઠોર હતો. એક વાર રાવણ પોતાના ભાઈ વિભીષણ અને કુંભકર્ણ સાથે તપસ્યા કરી રહ્યો હતો. ત્રણેવની તપસ્યાથી પ્રસન્ન થઇ બ્રમ્હ દેવ એમની પાસે પહોંચી ગયા અને એમને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાવણ અને વિભીષણે વરદાન માંગી લીધું અને બ્રહ્માદેવે એમને આશીર્વાદ આપ્યા.

    આ પછી બ્રહ્માદેવ કુંભકર્ણ પાસે પહોંચ્યા. પરંતુ કુંભકર્ણને જોઈને બ્રહ્માદેવ ચિંતિત થઈ ગયા. વાસ્તવમાં, કુંભકર્ણ એટલો બધો ખોરાક લેતો હતો કે તેને જોઈને બ્રહ્માદેવ પણ ચિંતિત થઈ ગયા. ત્યારે બ્રહ્માદેવે કુંભકર્ણને મૂંઝવણમાં મૂકી દીધા, જેના કારણે કુમ્ભકર્ણને 6 મહિના માટે સુવાનું વરદાન માંગ્યું અને બ્રહ્માદેવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું.

    આ પણ વાંચો: ‘Shakti Peeth Yatra’: પંજાબમાં ‘ત્રિપુરમાલિની’ તો ઓરિસ્સામાં ‘વિમલા’ શક્તિ પ્રગટ્યાં

    બીજી વાર્તા

    અન્ય એક દંતકથા અનુસાર, ભગવાન ઈન્દ્ર કુંભકર્ણની ખૂબ ઈર્ષ્યા કરતા હતા કારણ કે તેમને ડર હતો કે કુંભકર્ણ ભગવાન બ્રહ્માને ઈન્દ્રાસન માટે પૂછશે નહીં. આવી સ્થિતિમાં જ્યારે કુંભકર્ણ બ્રહ્માદેવ પાસે વરદાન માંગી રહ્યો હતો ત્યારે ઈન્દ્રદેવે કુંભકર્ણને મૂંઝવણમાં મૂકી દીધો. કહેવાય છે કે આ કારણે કુંભકર્ણે ઈન્દ્રાસનને બદલે નિદ્રાસન માંગ્યું. આ કારણે કુંભકરણ 6 મહિના સૂતો હતો અને 6 મહિના જાગતો હતો.
    Published by:Damini Damini
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन