Home /News /dharm-bhakti /Dussehra 2021: શા માટે ઉજવાય છે દશેરા? ઇતિહાસ, કથા, તથ્યો અને મહત્વ અહીં જાણો

Dussehra 2021: શા માટે ઉજવાય છે દશેરા? ઇતિહાસ, કથા, તથ્યો અને મહત્વ અહીં જાણો

શા માટે ઉજવાય છે દશેરા? ઇતિહાસ, કથા, તથ્યો અને મહત્વ અહીં જાણો

આ વર્ષે દશેરાની ઉજવણી 15 ઓક્ટોબર શુક્રવારના રોજ થશે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી

દશેરા હિન્દુઓનો ખાસ તહેવાર છે. તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર નવરાત્રીના અંતે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની ઉજવણી 15 ઓક્ટોબર શુક્રવારના રોજ થશે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી. આ તહેવારને અસત્ય પર સત્યની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાએ આ દિવસે મહિષાસુરનો નાશ કર્યો હોવાથી તેને વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર, નવરાત્રિની શરૂઆત શ્રીરામે કરી હતી. અશ્વિન માસમાં શ્રી રામે માતા દુર્ગાના નવરૂપોની પૂજા કરી હતી. રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારે ભગવાન રામ માતા સીતાને બચાવવા અને અધર્મી રાવણનો નાશ કરવા રાવણ સાથે ઘણા દિવસો લડ્યા હતા. રાવણ સાથેના આ યુદ્ધ દરમિયાન ભગવાન રામે અશ્વિન મહિનાના નવરાત્રિના દિવસોમાં સતત નવ દિવસ માતા દુર્ગાની પૂજા કરી હતી. આ પછી જ માતા દુર્ગા મા દુર્ગાના આશીર્વાદથી ભગવાન રામે નવરાત્રિના દસમા દિવસે રાવણની હત્યા કરી હતી. ત્યારથી આ પરંપરા દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે દશેરાના દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું અનિષ્ટના પ્રતીક તરીકે દહન કરવામાં આવે છે.

ભગવાન રામ દ્વારા રાવણના નાશની કથા સિવાય બીજી એક પૌરાણિક કથા છે. તે મુજબ અસુર મહિષાસુર અને તેની સેના દેવતાઓને હેરાન કરી રહી હતી. આ કારણે માતા દુર્ગાએ સતત નવ દિવસ સુધી મહિષાસુર અને તેની સેના સામે લડત આપી હતી અને આ યુદ્ધના દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. એટલા માટે તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્યાં કઈ રીતે થાય છે ઉજવણી?

• ઉત્તર ભારતના રાજ્યો અને કર્ણાટકમાં દશેરા શબ્દ વધુ પ્રચલિત છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિજયાદશમી શબ્દ વધુ લોકપ્રિય છે.

• ઉત્તર ભારતમાં દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને રામ લીલાનું આયોજન થાય છે. તેનું સમાપન રાવણના વધ અને દશેરા અથવા વિજયાદશમીના દિવસે પૂતળા દહન થકી થાય છે.

• રાવણનું દરેક માથું એક ખરાબ અદાતનું પ્રતીક હોવાથી દશેરા પાપ અથવા કુટેવોથી છૂટકારો મેળવવાનું પણ સૂચવે છે.

• દિવાળી વિજયાદશમીના 20 દિવસ પછી ઉજવવામાં આવે છે. તેથી ઘણા માટે દશેરા એટલે દિવાળીની તૈયારી શરૂ કરવાનો સમય હોય છે. દિવાળીના દિવસે ભગવાન રામ સીતા સાથે અયોધ્યા પહોંચ્યા હતા.

શમીના વૃક્ષની પૂજાથી મળે છે શુભ ફળ

દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજા કરીને દુકાન, વ્યવસાય વગેરે જેવા કોઈ નવા કામની શરૂઆત કરવામાં આવે તો તે સફળ થાય છે. પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ લંકા પર આક્રમણ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે શમીના ઝાડ સામે મસ્તક નમાવીને લંકા સામે વિજયની ઇચ્છા વ્યક્ત કરી હતી.

દુર્ગા વિસર્જન માટે મુહૂર્ત

દશમીના દિવસે ભક્તો મા દુર્ગાને પણ વિદાય આપે છે અને દસમી તિથિમાં વિસર્જન વહેલી સવારે કરવામાં આવે છે.

દશમી તિથિ 14 ઓક્ટોબરના રોજ સાંજે 6:52 વાગ્યે શરૂ થાય છે અને 15 ઓક્ટોબરે સાંજે 6:02 વાગ્યે સમાપ્ત થાય છે.

આ પણ વાંચોDassehra 2021: ઘરમાં નહીં ખૂટે ધન, દશેરાના દિવસે બસ આટલું કરો

દુર્ગા વિસર્જન માટેનું મુહૂર્ત સવારે 06:22 વાગ્યાથી શરૂ થાય છે અને સવારે 08:40 વાગ્યે સમાપ્ત થાય છે.
First published:

Tags: Dussehra, Dussehra 2021, Navratri, Navratri 2021, દશેરા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો