Home /News /dharm-bhakti /Vidur Niti: આવા લોકોને ક્યારે નથી થતી ધનની કમી, સુખ માટે કરવો પડે છે આ વસ્તુનો ત્યાગ

Vidur Niti: આવા લોકોને ક્યારે નથી થતી ધનની કમી, સુખ માટે કરવો પડે છે આ વસ્તુનો ત્યાગ

વિદુર નીતિ

Vidur Niti: આચાર્ય ચાણક્યની જેમ મહાત્મા વિદુર તીક્ષ્ણ દિમાગના અને દૂરંદેશી હોવા સાથે સ્વભાવે ખૂબ જ શાંત અને સરળ હતા. મહાત્મા વિદુરના સત્ય સાથે સાથે વ્યવહાર, ધન અને કર્મને પણ વિદુર નીતિમાં સામલે કરવામાં આવ્યા છે. આઓ જાણીએ કેવી રીતે વ્યક્તિ પાસે ક્યારેય નથી થતી ધનની કમી.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: સંસારમાં બે લોકોની નીતિઓ સૌથી વધુ જાણીતી છે. પહેલી આચાર્ય ચાણક્યની નીતિ અને બીજી મહાત્મા વિદુરની નીતિ. બંને નીતિ આજે પીઢીઓ માટે મેનેજમેન્ટનું કામ કરી રહી છે. સંસ્કૃતમાં વિદુરનો અર્થ કુશળ, બુદ્ધિમાન થાય છે. આચાર્ય ચાણક્યની જેમ મહાત્મા વિદુર કુશાગ્ર બુદ્ધિ અને દૂરદર્શી હોવા સાથે જ સ્વભાવથી પણ અત્યંત શાંત અને સરળ હત. આજ કારણ છે કે તેઓ ભગવાન કૃષ્ણને પણ પ્રિય હતા. મહાત્મા વિદુરના સત્ય સાથે સાથે વ્યવહાર, ધન અને કર્મને પણ વિદુર નીતિમાં સામલે કરવામાં આવ્યા છે. આઓ જાણીએ કેવી રીતે વ્યક્તિ પાસે ક્યારેય નથી થતી ધનની કમી.

અનિર્વેદઃ શ્રીમૂલમ્ લાભસ્ય ચ શુભસ્ય ચ ।
મહાન ભવત્યનિર્વિનઃ સુખમ્ ચાનન્ત્યમશ્નુતે ।

અર્થ - વિદુરના આ શ્લોક અનુસાર જે વ્યક્તિ પોતાનું કામ પૂરા જોશ અને ઈમાનદારીથી કરે છે તેને હંમેશા સુખ મળે છે. જીવન હંમેશા સંપત્તિ બની રહે છે. એટલું જ નહીં, તેને ખ્યાતિ અને સન્માન પણ મળે છે. મહાત્મા વિદુર અનુસાર, વ્યક્તિએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી કરીને તે કોઈપણ અવરોધ વિના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે.

આ પણ વાંચો:  આખરે પરિણીત પુરુષોને શા માટે પસંદ આવે છે અન્ય મહિલા? જાણો શું કહે ચાણક્ય નીતિ

સુખાર્થિનઃ કુતો વિદ્યા નાસ્તિ વિદ્યાર્થિનઃ સુખમ્ ।

સુખાર્થી વા ત્યાજેત વિદ્યામ્ વિદ્યાર્થી વા ત્યાજેત સુખમ્ ।

આ પણ વાંચો: જાણી લો ગંગાજળ રાખવાનાં નિયમો, નહીતર ઘરની સુખ શાંતિમાં આવશે બાંધા



અર્થ - આચાર્ય વિદુર કહે છે કે એવી વ્યક્તિ જે માત્ર સુખની ઈચ્છા રાખે છે, તેને જ્ઞાન મેળવવામાં મુશ્કેલી પડે છે. જેને જ્ઞાન મેળવવું હોય તેને સુખ મળતું નથી. જો તમારે સુખ જોઈએ છે તો તમારે વિદ્યા મેળવવાનો વિચાર છોડવું પડશે પડશે અને જો તમારે જ્ઞાન જોઈએ છે તો તમારે જીવનમાં સુખનો ત્યાગ કરવો પડશે. જ્ઞાન મેળવવા માટે સખત મહેનત અને બલિદાનની જરૂર પડે છે. હમણાં કરેલા ત્યાગથી જ જ્ઞાની વ્યક્તિ પાછળથી ધન અને સન્માનથી ભરપૂર બને છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Dharm Bhakti, Life18, Religion18