Home /News /dharm-bhakti /કાફે પર હનુમાન ચાલીસાઃ આ ટોળકી દર મંગળવારે ભક્તિ રસમાં લોકોને કરી રહી છે તરબોળ

કાફે પર હનુમાન ચાલીસાઃ આ ટોળકી દર મંગળવારે ભક્તિ રસમાં લોકોને કરી રહી છે તરબોળ

યુવાનોની ટોળકી દ્વારા કાફેની બહાર દર મંગળવારે કરાય છે હનુમાન ચાલીસા

Hanuman Chalisa At Cafe: હનુમાન ચાલીસાના પાઠ બજરંગબલીના મંદિરમાં કે ઘરે પૂજાપાઠ વખતે થતા હોય છે. પરંતુ ગુરુગ્રામમાં યુવાનોની ટોળકી જે રીતે કાફેની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેની ભારે ચર્ચા થઈ રહી છે. યુવાનો દ્વારા કરવામાં આવતા હનુમાન ચાલીસાની ભારે ચર્ચા થઈ રહી છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
ગુરુગ્રામઃ સામાન્ય રીતે કાફેમાં યુવાનો મોજ મસ્તી અને ઉજાણી કરવા માટે પહોંચતા હોય છે, પરંતુ ગુરુગ્રામમાં આવેલા એક કાફે પર મંગળવારે લોકો પોતાના પરિવારને લઈને પહોંચે છે અને અહીં જે ભક્તિનો માહોલ જામે છે તેમાં બજરંગબલીના ભક્તો રસ તરબોળ થઈ જાય છે. આ યુવાનો ગિટાર, તબલા અને ક્લેપ બોક્સ સહિતના સંગીતના સાધનો લઈને જે રીતે ભક્તિની રમઝટ બોલાવે છે તે જોવા માટે મોટી સંખ્યામાં યુવાનો સહિત તમામ ઉંમરના લોકો અહીં પહોંચે છે. કાફેની બહારનો મંગળવારનો વીડિયો સામે આવ્યો છે જે સૌ કોઈ હનુમાન ભક્તોને મંત્રમુગ્ધ કરી દેનારો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. આ યુવાનોની ટોળકી દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે અને તેમની પ્રશંસા થઈ રહી છે.

મંગળવારે કાફેની બહાર હનુમાન ભક્તિ


આ વીડિયોમાં દેખાય છે કે યુવાનો હાથમાં ગિટાર સહિતના સંગીતના સાધનો લઈને બેઠેલા છે અને સંગીતની ધૂન સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે. માત્ર એક દિવસ પુરતું નહીં પરંતુ દર મંગળવારે યુવાનો કાફેની બહાર એકઠા થઈને હનુમાન ચાલીસાના પાઠ કરે છે.

ગુરુગ્રામનો જે વીડિયો સામે આવ્યો છે તે સેક્ટર-22ના માર્કેટમાં આવેલા એક કાફે પાસેનો છે કે જ્યાં યુવાનો એકઠા થઈને સંગીતની ધૂન પર હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આ યુવાનોના સ્પિરિચ્યુઅલ જેમિંગમાં ઘણાં લોકો જોડાય છે. યુવાનોની સાથે અહીં આવેલા લોકો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે.


યુવાનોની ટોળકીની થઈ રહી છે પ્રશંસા


સામાન્ય રીતે યુવાનો કાફે પર એકઠા થાય તો મોજ મસ્તી કરતા જોવા મળતા હોય છે. પરંતુ અહીં જે માહોલ દર મંગળવારે સર્જાય છે તેની ભારે પ્રશંસા થઈ રહી છે.

યુવાનો દ્વારા જે સ્પિરિચ્યુઅલ જેમિંગની જમાવટ કરવામાં આવે છે તેવી જમાવટ પોતાના વિસ્તારમાં કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે. આ યુવાનો દ્વારા જે ભક્તિની રમઝટ બોલાવવામાં આવે છે તેમાં ભારતીય સંસ્કૃતિની ઝલકના દર્શન થઈ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ જોઈને બીજા યુવાનો પણ પ્રેરિત થશે તેવી વાતો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.
First published:

Tags: Gujarati news, Hanuman Pooja, Hanumanji blessing, Haryana News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો