Home /News /dharm-bhakti /રાશિ પરિવર્તન: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

રાશિ પરિવર્તન: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

જન્મકુંડળીમાં ભૌતિકતા પાછળ શુક્ર જવાબદાર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સુગંધિત પદાર્થ, ભોગ વિકાસ, વસ્ત્ર, ઘરેણાં ,અને ગાયન-સંગીતમાં પણ શુક્રની ભૂમિકા હોય છે.

જન્મકુંડળીમાં ભૌતિકતા પાછળ શુક્ર જવાબદાર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સુગંધિત પદાર્થ, ભોગ વિકાસ, વસ્ત્ર, ઘરેણાં ,અને ગાયન-સંગીતમાં પણ શુક્રની ભૂમિકા હોય છે.

  શુક્રએ કર્ક રાશિની યાત્રા પુરી કરી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે તે 11 ઓગસ્ટ સુધી બપોરના 11:32 આ રાશિ પર ગોચર રહેશે. ત્યારબાદ તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ગત 17 જુલાઈએ સવારે 9:23 કલાકે શુક્રની સ્થિતિમાં થયેલા ફેરફારના કારણે દરેક પ્રાણી પર ભવિષ્યમાં નાની મોટી અસર જોવા મળશે. જ્યોતિષીય ગણતરી મુજબ જુલાઇ મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ ગ્રહોનું રાશિચક્ર બદલાઈ ગયું છે. જુલાઈ મહિનામાં જ બુધ અને સૂર્યનું રાશિચક્ર પહેલાથી બદલાઈ ચૂક્યું છે.

  શું અસર થઈ શકે?

  જન્મકુંડળીમાં ભૌતિકતા પાછળ શુક્ર જવાબદાર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સુગંધિત પદાર્થ, ભોગ વિકાસ, વસ્ત્ર, ઘરેણાં ,અને ગાયન-સંગીતમાં પણ શુક્રની ભૂમિકા હોય છે. શુક્ર ગ્રહને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, વૈભવ, ખ્યાતિ, કલા, પ્રતિભા, સુંદરતા, રોમાંસ વગેરેનું પરિબળ માનવામાં આવે છે. એટલે કે, ગ્રહો સાથે શુક્રનો જોડાણ ભૌતિક સુખમાં ફેરફાર કરે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. મીન તેની ઉચ્ચ જ્યારે કન્યા તેની નીચ રાશિ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર બળવાન હોય, જીવનની બધી કુંડળીમાં શુક્ર નબળો અથવા અશુભ હોય ત્યારે નાની-નાની વસ્તુઓ મેળવવા પણ સંઘર્ષ કરવો પડે છે.

  મેષ રાશિ

  વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ લાભદાયક રહી શકે. રાશિમાંથી પંચમ વિદ્યા ભાવમાં ગોચર કરનાર શુક્ર ક્રિયાત્મક શક્તિઓ વધારશે. પરીક્ષામાં ધાર્યા પરિણામ મળશે. નવદંપતિઓ માટે સંતાન પ્રાપ્તિના યોગ છે. પ્રેમ સંબંધ મામલે તીવ્રતા આવશે. પ્રેમલગ્ન કરવા ઈચ્છુકો માટે અનુકૂળ સમય છે. સર્જનાત્મક ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે નવી તકો ઉભી થઈ રહી છે.

  આ 4 રાશિ પર હંમેશા રહે છે માતા લક્ષ્મીની કૃપા, જોઇ લો તમારી રાશિ છે કે નહીં?

  વૃષભ રાશિ

  પરિવારમાં આનંદ, શાંતિ રહેશે, ખર્ચમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળવાની અપેક્ષા છે, ધંધામાં લાભ મળશે. રાશિથી ચતુર્થ સુખ ભાવમાં ગોચર કરતા શુક્રનો પ્રભાવ સફળતા આપશે. ઘર અથવા વાહન ખરીદવા સમય અનુકૂળ રહેશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના. વિદેશી કંપનીઓમાં નોકરી અથવા નાગરિકત્વ મેળવવા માટેના પ્રયત્નો સફળ થશે. કોઈપણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર કરશો નહીં. કોર્ટ કેસનો સામનો કરવો પડી શકે છે.

  મિથુન રાશિ

  પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. પરિવારમાં શુભ કાર્યનો અવસર મળશે. કુટુંબના વડીલો અને ભાઈઓ સાથે મતભેદો પેદા ન થવા દો. પારિવારિક તરફથી કોઈ સમસ્યા આવી શકે છે. રાશિમાંથી ત્રીજા ભાવમાં ગોચર કરતો શુક્ર અણધાર્યા પરિણામો આપશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. નિર્ણયો અને કામની પણ પ્રશંસા થશે. નોકરીમાં બઢતી મળી શકે. માન સન્માન વધશે. વેપારીઓમાં સમય સારો રહેશે.

  કર્ક રાશિ

  આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ છે. ઘણા સમય પહેલા આપેલા નાણાં પરત મળવાની શક્યતા છે. તમને મિત્રોનો સહયોગ મળશે. રાશિથી બીજા ધન ભાવમાં ગોચર કરતો શુક્ર આર્થિક પાસું મજબૂત કરશે. પારિવારિક જવાબદારીઓ વધશે. નેતૃત્વ શક્તિ અને વાણી કુશળતાના બળે મુશ્કેલ સ્થિતિઓ પણ નિયંત્રિત થશે. પાચનતંત્ર, હૃદય અને આંખ સંબંધિત વિકારથી બચો.

  વેરાવળ: ત્રણમાળનું મકાન પત્તાના મહેલની જેમ થયું ધરાશાયી, જુઓ Live Video

  સિંહ રાશિ

  આ સમય તમારા માટે સારો સાબિત થશે. પારિવારિક અને પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. સાહિત્ય, કલા, ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ખ્યાતિ મળે તેવી સંભાવના છે. આ રાશિમાં ગોચર કરતા શુક્રની શુભ અસર થશે. લગ્ન સંબંધિત વાતો સફળતા થશે. વિવાહિત જીવનમાં મીઠાશ રહેશે. સંપત્તિ સંબંધિત કામ પૂર્ણ થશે. ઘર કે વાહનની ખરીદી માટે પણ યોગ. સામાજિક કદ વધશે. નવા નિર્ણય લેવા અને નવા કરાર પર સહી કરવા યોગ્ય સમય છે.

  કન્યા રાશિ

  વિદેશી વેપારમાં લાભ થવાની આશા છે. વિદેશી કંપનીમાં નોકરી કે નાગરીકતાના પ્રયાસ સફળ થશે. વિદેશ યાત્રા થવાની સંભાવના છે. ખર્ચમાં વધારો થશે. પ્રેમ સંબંધમાં અસ્થિરતા આવશે. લાગણીમાં કરેલો નિર્ણય નુકસાનકારક નીવડી શકે. રાશિના બારમાં વ્યય ભાવમાં ગોચર કરતા શુક્રના કારણે જીવનમાં દોડાદોડ રહી શકે.

  તુલા રાશિ

  આ રાશિના લોકોને ધંધામાં સફળતા મળશે. નવા મિત્રો બનશે. આધ્યાત્મિક ક્ષેત્રે ખેંચાણ વધશે. સરકારી કર્યો પુરા થઈ શકે. રાશિમાં એકાદશ લાભ ભાવમાં ગોચર કરતા શુક્રનો શુભ પ્રભાવ વરદાન જેવો રહેશે. ચૂંટણીને લગતા નિર્ણયો સફળ રહેશે. શાસન સત્તાનો સહયોગ મળશે. પરિવારના વડીલો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા દંપતીઓ માટે સંતાન પ્રાપ્તિના યોગ. સંતાન અંગેની ચિંતામાંથી મુક્તિ મળશે.

  વૃશ્ચિક રાશિ

  ઓફિસના રાજકારણમાં પડવાનો પ્રયાસ ન કરો. સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. રાશિના દશમાં કર્મ ભાવમાં ગોચર કરતા શુક્રનો પ્રભાવ વેપારીઓ માટે લાભદાયક નીવડશે. નવો વેપાર શરૂ કરવા અનુકૂળ યોગ છે. સરકારી ટેન્ડર માટે પણ અસળતા મળશે. શાસન સત્તાનો સંપૂર્ણ સહયોગ મળશે. માતા પિતાને સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે. સંપત્તિ સાથે જોડાયેલા બાબતોનું સમાધાન થાય.

  ધન રાશિ

  આ સમય દરમિયાન મન સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં રોકાયેલું રહેશે. ધર્માદાના કાર્યોમાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે. અધ્યાત્મ તરફ રુચિ વધશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર માટે આ સમય અનુકૂળ છે. નિર્ણયોના વખાણ થશે. પોતાના ભવિષ્યના પ્લાન સિક્રેટ રાખવાથી વધુ ફાયદો થશે.

  મકર રાશિ

  આ રાશિના લોકો માટે આ બહુ શુભ સંકેત નથી. રાશિના અઠમાં આયુ ભાવમાં ગોચર કરતા શુક્રના કારણે મિશ્ર અસર જોવા મળી શકે. કાર્યસ્થળમાં સખત મહેનત કરવી પડશે. ષડયંત્રનો શિકાર બની શકો છો. કોર્ટના વિવાદોમાં બહાર જ સમાધાન કરો તે હિતાવહ છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. નવો પુરસ્કાર મળે તેવી પણ અપેક્ષા. વિદ્યાર્થીઓ માટે સમય થોડો મુશ્કેલ છે.

  કુંભ રાશિ

  પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં મીઠાસ વધશે. લગ્ન માટે શુભ સંયોગો થઈ રહ્યા છે. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકે છે. ધંધામાં નફો થશે. રાશિથી સાતમા દામ્પત્ય ભાવમાં ગોચર કરતા શુક્રની અસર સારી સફળતા અપાવશે. વેપાર, સરકારી કામમાં સફળતાનાં યોગ. પ્રેમ લગ્ન કરવા આ સમય અનુકૂળ રહેશે. સંતાન સંબંધિત ચિંતામાંથી મુક્તિ મળશે.
  " isDesktop="true" id="1115790" >

  મીન રાશિ

  મીન રાશિના જાતકોને સાવચેત રહેવાની જરૂર છે. વાહન અકસ્માત થવાની સંભાવના છે. બિનજરૂરી દલીલો ટાળો. વેપારમાં મહેનત કરશો તેટલો લાભ નહિ થાય. ગુપ્ત શત્રુ વધશે. રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરતા શુક્રની અસર બહુ સારી કહી શકાય નહીં. કોર્ટ કચેરીનો મામલે પણ બહાર જ સમાધાન કરો. સ્વાસ્થ્ય સંબંધે પણ તકલીફ ઊભી થઈ શકે. ખર્ચ વધશે. મધ્ય આવક પર વધુ પ્રભાવ દેખાશે.
  First published:

  Tags: Transit, Venus, Zodiac sign

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन