Home /News /dharm-bhakti /Astrology: 29 જાન્યુઆરીએ શુક્ર ગ્રહ થશે માર્ગી, આ રાશિ જાતકોની ખુલી જશે કિસ્મત

Astrology: 29 જાન્યુઆરીએ શુક્ર ગ્રહ થશે માર્ગી, આ રાશિ જાતકોની ખુલી જશે કિસ્મત

29 જાન્યુઆરીએ શુક્ર ગ્રહ થશે માર્ગી, આ રાશિ જાતકોની ખુલી જશે કિસ્મત

Venus Trangist: વૈભવકારક ગ્રહ શુક્ર થશે માર્ગી જેની અસર બે રાશિ સિંહ (Leo Zodiac Sign) અને મિથુનનાં (Gemini Zodiac Sign) જાતકોની કિસ્મત ચમકશે સાથે જ સુખ-સમૃદ્ધિ વૈભવ પ્રાપ્ત થશે

શુક્રને એવો ગ્રહ (venus Trangist) માનવામાં આવે છે જે ધન-વૈભવ અને સુખ સમૃદ્ધિ આપી યશ અપાવી કીર્તી અપાવે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, શુક્રને ગુરુ પછીનો બીજો સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર આપણને ભગવાનની રચનામાં સુંદર અને અદ્ભુત દરેક વસ્તુની પ્રશંસા કરવા સક્ષમ બનાવે છે. શુક્રને પ્રેમ, રોમાંસ, સુંદરતા અને સૌંદર્યનો ગ્રહ કહેવામાં આવે છે.

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંબંધો, લગ્ન અને વિષયાસક્ત આનંદ માટે તે મુખ્ય પરિબળ છે. આપણી જન્મકુંડળીમાં શુક્રની શક્તિ સંબંધની ગુણવત્તા નક્કી કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જ્યારે પણ કોઈ ગ્રહ બદલાય છે અથવા સંક્રમણ કરે છે ત્યારે તેની બધી જ રાશિઓ પર સારી કે ખરાબ અસર પડે છે. 29 જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 2.55 કલાકે ધન રાશિમાં શુક્ર માર્ગી થશે જાણો કોના પર રહેશે વિશિષ કૃપા.

આ પણ વાંચો-Astrology: આ રાશિના લોકો પાસે હોય છે અઢળક ધન, હંમેશા રહે છે માતા લક્ષ્મીની કૃપા

મિથુન રાશિ- શુક્ર મિથુન રાશિના લોકો માટે પાંચમા ઘર અને બારમા ઘરનો સ્વામી છે. આ સમય દરમિયાન શુક્ર ગ્રહ તેના સાતમા ભાવમાં ધનરાશિમાં ભ્રમણ કરશે. આવી સ્થિતિમાં, મિથુન રાશિના જાતકોના સાતમા ભાવમાં પહેલાથી અસ્તિત્વમાં રહેલા મંગળ સાથે શુક્રનો સંયોગ ખૂબ જ ફાયદાકારક પરિણામ આપશે. સંબંધોમાં પણ સારા પરિણામ મળવાની સંભાવના છે. મિથુન રાશિના લોકો જે નોકરી કરે છે તેઓને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. શુક્રનું માર્ગી થવુ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ ઓછી થશે અને કરિયરમાં પ્રગતિની તકો રહેશે.

આ પણ વાંચો-Chanakya Niti : જેણે સમજી લીધા આચાર્ય ચાણક્યના આ ત્રણ મંત્ર, તેના ઘૂંટણિયે પડશે દુશ્મન

સિંહ રાશિ-
સિંહ રાશિના લોકો માટે શુક્ર તેમના પાંચમા ભાવમાં ગોચર કરશે. તમારા પાંચમા ભાવમાં પહેલાથી જ હાજર મંગળ સાથે શુક્રનો સંયોગ સૌથી વધુ શુભ ફળ આપનાર છે. તમને શિક્ષણના ક્ષેત્રમાં સારી તકો મળવાની સંભાવના છે. કાર્યસ્થળમાં તમને ઉન્નતિની તકો મળવાની સંભાવના છે. જમીનમાં રોકાણ કરવાથી સારો ફાયદો મળી શકે છે. ધાર્મિક કાર્યોનો ભાગ બનશે
First published:

Tags: Astrology, Gemini Zodiac Sign, Leo Zodiac Sign, Venus Tangiest