Home /News /dharm-bhakti /

Gayatri Mantra: શા માટે કરવામાં આવે છે ગાયત્રી મંત્રનો જાપ? જાણો તેનો અર્થ અને તેનાથી થતા 7 લાભ

Gayatri Mantra: શા માટે કરવામાં આવે છે ગાયત્રી મંત્રનો જાપ? જાણો તેનો અર્થ અને તેનાથી થતા 7 લાભ

મનની શાંતિ અને તણાવ દૂર કરવા માટે ગાયત્રી મંત્ર (Gayatri Mantra)નો જાપ કરવો લાભદાયી છે.

Gayatri Mantra Benefits: જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીએ ગાયત્રી માતા (Gayatri Mata) પ્રગટ થયા હતા. ગાયત્રી માતાની પૂજા કરવી અને મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ ગાયત્રી મંત્રનો અર્થ અને તેનાથી થતા ફાયદા.

    Gayatri Mantra Benefits: મનની શાંતિ માટે અને તણાવ દૂર કરવા માટે ગાયત્રી મંત્ર (Gayatri Mantra)નો જાપ કરવો અત્યંત લાભદાયી હોય છે. ગાયત્રી મંત્ર જ ચાર વેદનું મુખ્ય સાર તત્વ માનવામાં આવે છે. ગાયત્રી મંત્રથી જ તેમની ઉત્પતિ થઈ છે, એટલે ગાયત્રી માતાને વેદ માતા કહેવામાં આવે છે. ત્રિદેવ જેમની ઉપાસના કરે છે, જેમનું ધ્યાન ધરે છે, તે ગાયત્રી માતા દેવ માતા છે. વૈશાખ બાદ જેઠ માસમાં જ ગાયત્રી જયંતી (Gayatri Jayanti 2022) છે. જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ગાયત્રી માતા પ્રગટ થયા હતા. ગાયત્રી માતાની પૂજા કરવી અને મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે. પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ ગાયત્રી મંત્રનો અર્થ અને તેનાથી થતા ફાયદા.

    ગાયત્રી મંત્ર

    ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્.

    આ પણ વાંચો: કપૂરના ઉપાયઃ પિતૃદોષ, કાલસર્પ અને વાસ્તુ દોષ થાય છે દૂર, જાણો તેના અન્ય ફાયદા

    ગાયત્રી મંત્રનો અર્થ

    તે, પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપનાશક, દિવ્ય પરમાત્માને અમે પોતાની અંતરાત્મામાં ધારણ કરીએ. જે અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે.

    ગાયત્રી મંત્ર જાપ ક્યારે કરવો

    1. સૂર્યોદય પહેલા
    2. બપોરે
    3. સૂર્યાસ્ત પહેલા

    આ પણ વાંચો: સૂર્ય-રાહુની ખતરનાક યુતિથી થશે વર્ષનું પહેલું ગ્રહણ, 30 દિવસ સુધી આ રાશિઓ પર ‘ગ્રહણ યોગ’નો રહેશે પ્રભાવ

    ગાયત્રી મંત્રનો જાપ કરવાથી થતા લાભ

    1. ગાયત્રી મંત્રના નિયમિત જાપથી મન શાંત અને કેન્દ્રિત રહેશે.

    2. આ મંત્રનો જાપ કરવાથી દુ:ખ, કષ્ટ, દરિદ્રતા, પાપ, વગેરે દૂર થાય છે.

    3. સંતાન પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે.

    4. કામમાં સફળતા, કરિયરમાં ઉન્નતિ વગેરે માટે પણ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

    5. વિરોધીઓ અથવા શત્રુઓ વચ્ચે તમારું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ઘી અને નારિયેળના છીણનો હવન કરો. તે દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે.

    6. જે વિદ્યાર્થીઓની યાદશક્તિ નબળી છે, તેમણે નિયમિત રીતે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

    7. પિતૃ દોષ, કાલ સર્પ દોષ, રાહુ-કેતુ અને શનિ દોષની શાંતિ માટે શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર