Home /News /dharm-bhakti /

Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રત રાખનાર મહિલાઓએ આ ભૂલોક્યારેય ન કરવી જોઈએ

Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રત રાખનાર મહિલાઓએ આ ભૂલોક્યારેય ન કરવી જોઈએ

પ્રતિકાત્મક તસવીર

Vat savitri vart 2022: યમરાજે વડના ઝાડ નીચે સાવિત્રીના પતિ સત્યવાનનો જીવ પરત કરી દીધો હતો. એટલે વટ સાવિત્રી (Vat Savitri Vrat) પર આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

    Vat Savitri Vrat 2022: વટ સાવિત્રીનું વ્રત સુહાગન મહિલાઓ દ્વારા પતિને લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના માટે કરવામાં આવે છે. આ દિવસે વડના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. કારણ કે કહેવાય છે કે યમરાજે વડના ઝાડ નીચે સાવિત્રીના પતિ સત્યવાનનો જીવ પરત કરી દીધો હતો. એટલે વટ સાવિત્રી (Vat Savitri Vrat) પર આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

    સૌભાગ્યવતી મહિલાઓ વટ સાવિત્રીના દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડ પાસે સાવિત્રી-સત્યવાનની પૂજા કરે છે અને આશીર્વાદ માગે છે. વટ સાવિત્રી વ્રત દર વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ પર આવે છે

    આ દિવસે ભગવાન વિષ્ણુ અને વડના ઝાડની પૂજા કરવાથી પતિને દીર્ધાયુષ્ય તો મળે જ છે, આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધે છે. જો કે આ વ્રતમાં કેટલીક મહિલાઓ જાણી-અજાણ્યે ભૂલો કરી બેસે છે. તો ચાલો વટ સાવિત્રીના વ્રતમાં કઈ કઈ ભૂલોથી બચવું જોઈએ તે અંગે જાણીએ.

    કાળા, વાદળી અને સફેદ રંગથી દૂર રહો
    વટ સાવિત્રી વ્રતના દિવસે કાળા અને વાદળી રંગને અશુભ માનવામાં આવે છે. જેથી મહિલાઓએ કાળા અને વાદળી રંગના કપડા ન પહેરવા જોઈએ. આ સાથે જ સફેદ કપડા પહેરવાથી પણ બચો. આ રંગની બંગડીઓ પણ ન પહેરવી અને પૂજામાં વાદળી રંગના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.

    પહેલી વખત વ્રત પિયરમાં કરો
    પહેલી વાર વટ સાવિત્રીનું વ્રત કરવા જઈ રહેલી પરિણીતાઓએ સાસરિયામાં નહીં પણ પિયરમાં જઈને આ વ્રત કરવું જોઈએ. જો શક્ય હોય તો પૂજાની વસ્તુઓ પણ ત્યાંથી જ ખરીદવી જોઈએ.

    આ પણ વાંચોઃ-Shani jayanti 2022: શનિ જયંતિ પર કરો આ 2 સરળ ઉપાય, શનિની કૃપાથી થશે મનોકામનાઓ

    માસિક ધર્મમાં હોવ તો વ્રત ન રાખવું
    માસિક ધર્મ સમયે મહિલાઓએ વટ સાવિત્રીનું વ્રત ન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો ઘરમાં બીજી મહિલા પાસે ઉપવાસ કરાવી લો અને તેની સાથે બેસીને કથા સાંભળો.

    પતિ સાથે ઝઘડો ન કરો
    આ દિવસે તમારા પતિ સાથે વાદ-વિવાદમાં ન પડો. વ્રત કરતી સ્ત્રીઓના વર્તન પર સંયમ રાખવો જોઈએ. આ દિવસે જીવનસાથી સાથે ઝઘડો કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-Monday Special Day: વટ સાવિત્રી, શનિ જયંતિ અને સોમવતી અમાસનું મળશે 'મહાપુણ્ય'

    બેડ કે પલંગ પર ન સુવો
    વટ સાવિત્રીનું વ્રત કરનારી મહિલાઓએ બેડ કે પલંગ પર સૂવાનું ટાળવું જોઈએ. તમે જમીન પર પથારી પાથરી આરામ કરી શકો છો. આ દિવસે અસત્ય, દ્વેષ કે ધૃણાથી પણ બચવું જોઈએ.
    Published by:ankit patel
    First published:

    Tags: Dharma bhakti, Vat Savitri, Vat savitri 2022, Vrat Katha

    આગામી સમાચાર