Home /News /dharm-bhakti /

Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કેમ થાય છે? જાણો 6 મહત્ત્વના કારણ

Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કેમ થાય છે? જાણો 6 મહત્ત્વના કારણ

પ્રતિકાત્મક તસવીર

Vat Savitri Vrat 2022: આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30મી મેના દિવસે અમાસના રોજ છે. વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat)માં પરિણીત મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે અને તેમાં કાચું સૂતર લપેટે છે.

  ધર્મભક્તિ ડેસ્કઃ વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat 2022) રાખી વડલાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30મી મેના દિવસે અમાસના રોજ છે. વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat)માં પરિણીત મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે અને તેમાં કાચું સૂતર લપેટે છે. ત્યારે વટ સાવિત્રી વ્રતમાં વડના ઝાડની પૂજા કેમ કરવામાં આવે છે તે મોટો સવાલ છે. આ સવાલનો જવાબ કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો.મૃત્યુંજય તિવારી દ્વારા આપવામાં આવ્યો છે.

  વટ સાવિત્રી વ્રતના મુહૂર્ત

  અમાસની શરૂઆત: 29 મે, રવિવાર બપોરે 02:54 કલાકે
  અમાસનો અંત: 30 મે, સોમવાર સાંજે 04:59 કલાકે
  સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 07:12 વાગ્યાથી શરૂ થશે
  સુકર્મા યોગ: વહેલી સવારથી શરૂ
  વડલાની પૂજા શા માટે થાય છે?

  વટ સાવિત્રી વ્રતના દિવસે વડના વૃક્ષની પૂજા કરવાથી પરિણીતાઓને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ થાય છે. પતિનું આયુષ્ય લાંબુ થાય છે.

  પૌરાણિક કથાઓ અનુસાર સાવિત્રી પોતાના મૃત પતિનો જીવ વડના ઝાડ નીચે જ પરત લાવી હતી. તેના પતિવ્રતથી યમરાજ પ્રસન્ન થયા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આ કારણે મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે.

  સંતાન પ્રાપ્તિ માટે પણ વટ સાવિત્રી વ્રતના દિવસે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. સાવિત્રીએ યમરાજ પાસે 100 પુત્રોની માતા બનવાની ભેટ માંગી હતી. યમરાજે તેને વરદાન આપ્યું હતું, જેના કારણે સત્યવાનનું જીવન પણ તેને પાછું આપવું પડ્યું કારણ કે સત્યવાન વિના સાવિત્રી 100 પુત્રોની માતા ન બની શકે નહીં.

  વડનું વૃક્ષ વિશાળ હોય છે, તેની વડવાઈ વિસ્તરે છે. આ વડવાઈમાંથી સાવિત્રીના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે. આ કારણે વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ Vat Savitri vrat: સાવિત્રીની ચતુરાઇથી આ રીતે પ્રસન્ન થયા હતા યમરાજ

  વડના ઝાડ પર દેવી-દેવતાઓનો વાસ હોય છે. વડના મૂળમાં બ્રહ્માજી, છાલમાં ભગવાન વિષ્ણુ અને ડાળીઓમાં ભગવાન શિવનું નિવાસ હોવાનું માનવામાં આવે છે. આ કારણે વડના વૃક્ષની પૂજા થાય છે અને એકસાથે ત્રિદેવના આશીર્વાદ મળે છે.

  આ પણ વાંચોઃ Shani Jayanti 2022: શનિ જયંતિ પર કરો આ 7 સરળ ઉપાય

  ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન તીર્થરાજ પ્રયાગ સ્થિત ભારદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમણે વડના વૃક્ષની પણ પૂજા કરી હતી. વડના વૃક્ષને અક્ષયવટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Dharma bhakti, Vat savitri 2022, Vrat Katha

  આગામી સમાચાર