Home /News /dharm-bhakti /

Vat Savitri vrat: સાવિત્રીની ચતુરાઇથી આ રીતે પ્રસન્ન થયા હતા યમરાજ, આપી દીધું સત્યાવાનનું જીવન

Vat Savitri vrat: સાવિત્રીની ચતુરાઇથી આ રીતે પ્રસન્ન થયા હતા યમરાજ, આપી દીધું સત્યાવાનનું જીવન

વટ સાવિત્રી વ્રત

Vat Savitri vrat 2022: આ દિવસે સુહાગન સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય (Husband’s Long Life) માટે વ્રત રાખે છે. વડના વૃક્ષની પૂજા કરે છે અને વટ સાવિત્રી વ્રત કથા (Vaat Savitri Vrat katha) સાંભળે છે અથવા વાંચે છે.

    વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat) દર વર્ષે જેઠ માસની અમાસ પર આવે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30 મે, સોમવારે છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય (Husband’s Long Life) માટે વ્રત રાખે છે. વડના વૃક્ષની પૂજા કરે છે અને વટ સાવિત્રી વ્રત કથા (Vaat Savitri Vrat katha) સાંભળે છે અથવા વાંચે છે.

    તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો.કૃષ્ણકુમાર ભાર્ગવ જણાવે છે કે, સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનનું જીવન પાછું લાવવામાં સફળ રહી હતી અને સાથે જ યમરાજને પોતાના પતિવ્રતા ધર્મ અને ચતુરાઈથી પ્રભાવિત કર્યા હતા. તો ચાલો જાણીએ વય સાવીત્રીની વ્રત કથા.

    વટ સાવિત્રી વ્રત કથા
    કથા અનુસાર, સાવિત્રી રાજર્ષિ અશ્વપતિની પુત્રી હતી. સાવિત્રીના લગ્ન દ્યુમતસેનના પુત્ર સત્યવાન સાથે થયા હતા. નારદજીએ સાવિત્રીના પિતા અશ્વપતિને કહ્યું કે સત્યવાન ગુણવાન અને ધર્માત્મા છે, પરંતુ તેમની ઉંમર નાની છે. લગ્નના એક વર્ષ પછી તેનું મૃત્યુ થશે. પિતાએ સાવિત્રીને ખૂબ સમજાવી પણ તે ન માની. તેણે કહ્યું કે, સત્યવાન તેના પતિ છે, તે બીજા લગ્ન ન કરી શકે. સત્યવાન પોતાના માતા-પિતા સાથે જંગલમાં રહેતો હતો અને સાવિત્રી પણ તેમની સાથે રહેવા લાગી હતી.

    નારદજીએ સત્યવાનના મૃત્યુના સમયનો જે ઉલ્લેખ કર્યો તે પહેલાથી જ સાવિત્રીએ ઉપવાસ શરૂ કરી દીધા હતા. જે દિવસે સત્યવાનનો મૃત્યુ દિવસ નિશ્ચિત હતો, તે દિવસે તે લાકડા કાપવા માટે જંગલમાં ગયો હતો. તેથી સાવિત્રી પણ તેની સાથે જંગલમાં ગઈ હતી. સત્યવાન ઝાડ પર ચઢવા ગયો કે તરત જ તેને માથામાં ભારે દુ:ખાવો થવા લાગ્યો હતો. તે વડના ઝાડ નીચે આવ્યો અને સાવિત્રીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો હતો.

    થોડા સમય પછી સાવિત્રીએ જોયું કે, યમરાજ સત્યવાનનો જીવ લેવા આવ્યા છે. તેઓ સત્યવાનનો જીવ લઈને જવા લાગ્યા તો સાવિત્રી પણ તેની પાછળ ચાલવા લાગી હતી. થોડા સમય પછી યમરાજે જોયું કે, સાવિત્રી તેમની પાછળ આવી રહી છે, તેથી તેમણે સાવિત્રીને કહ્યું કે સત્યવાન તમારી સાથે માત્ર ધરતી પર જ હતો. હવે તું પાછી ફરી જા. સાવિત્રીએ કહ્યું કે, પતિ જ્યાં જશે ત્યાં તેની સાથે જવું એ પત્નીનો ધર્મ છે.

    સાવિત્રીના પતિવ્રત ધર્મથી યમરાજે ખૂબ જ પ્રસન્ન થઈને સાવીત્રીને વરદાન માંગવા કહ્યું હતું. સાવિત્રીએ સાસુ સસરાની આંખો પાછી આપવા માટે વરદાન માગ્યું હતું. યમરાજે તે વરદાન આપ્યું અને થોડા સમય પછી યમરાજે જોયું કે, સાવિત્રી હજુ પણ તેની પાછળ આવી રહી છે, તેથી તેમણે ફરીથી વરદાન માંગવા કહ્યું હતું. સાવિત્રીએ સસરાના ખોવાયેલા રાજપાઠને પરત આપવાનું વરદાન માગ્યું હતું. યમરાજે તે વરદાન પણ આપ્યું હતું.

    આ પણ વાંચોઃ-Shani Jayanti 2022: શનિ જયંતિ પર કરો આ 7 સરળ ઉપાય, સાડાસાતી અને ઢૈયાથી મળશે રાહત

    આ પછી પણ સાવિત્રી યમરાજની પાછળ ચાલતી રહી, યમરાજે તેને વધુ એક વરદાન માંગવાનું કહ્યું હતું. સાવિત્રીએ સત્યવાનના 100 પુત્રોની માતા બનવાનું વરદાન માગ્યું હતું. યમરાજ પોતાના વચનથી બંધાયેલા હતા અને સાવિત્રીને 100 પુત્રોની માતા બનવાની ભેટ આપી અને સત્યવાનનું જીવન પરત કર્યું હતું. અને તેઓ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા.

    આ પણ વાંચોઃ-Reincarnation: મૃત્યુના 9 વર્ષ પછી પુનર્જન્મ, ચોંકાવનારો કિસ્સો

    સાવિત્રી ત્યાંથી પાછી ફરી અને વડના ઝાડ પાસે આવી અને તેણે જોયું કે સત્યવાન ફરીથી જીવંત થઈ ગયો છે. યમરાજે તેને જીવનદાન આપ્યું હતું. સાવિત્રીના વ્રત અને પતિવ્રત ધર્મથી સત્યવાનને ફરી જીવ મળ્યો અને તેના સસરાને પણ ખોવાયેલ રાજપાઠ મળી ગયું હતું. તેઓ પણ પહેલાંની હવે જોઇ શકતા હતા. ત્યારથી જ સુહાગન મહિલાઓએ વટ સાવિત્રી પર ઉપવાસ શરૂ કર્યા હતા. જેથી તેમના પતિનું આયુષ્ય લાંબું રહે, તેમને પણ પુત્ર સુખ મળે અને તેમનું દાંપત્ય જીવન સુખમય રહે.
    Published by:ankit patel
    First published:

    Tags: Dharma bhakti, Vat savitri 2022, Vrat Katha

    આગામી સમાચાર