ધર્મભક્તિ ડેસ્કઃ ભારતના પ્રાચીન ઈતિહાસ (Istory) અને પરંપરા અનુસાર પતિ પરમેશ્વની લાંબી આયુ અને તેમના સ્વસ્થ જીવન (healthy life of husband) માટે વટા સાવિત્રીનું વ્રત (Vat Savitri vrat) કરવાની પરંપરા સદીઓથી પત્નીઓ પાળતી આવી છે. આ વર્ષે અખંડ સૌભાગ્ય અને લાંબી આવરદા આપતું વટ સાવિત્રીનું વ્રત 30 મે, સોમવારે મનાવવામાં આવશે. આ શુભ દિને વટ વૃક્ષ, સાવિત્રી અને સત્યવાનની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે કાચા દોરાને વટ વૃક્ષની ફરતે વીંટાળીને પરિક્રમા કરવામાં આવે છે. પૂજા સમયે વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવામાં આવે છે. સુહાગન મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, પુત્ર અને સુખી જીવન માટે પ્રાર્થના ઈશ્વરને કરે છે.
પરણિત મહિલાઓએ આ વટ સાવિત્રી વ્રતમાં આરતી સાથે પૂજાનું સમાપન કરવું જોઈએ. વટ સાવિત્રી વ્રતની આજે અમે તમને નીચે જણાવી રહ્યાં છીએ. આરતી માટે ઘીનો દીવો અથવા કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે.
પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા આ પાવનપર્વ પર સમજાવે છે કે વટ સાવિત્રી વ્રત દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. જો કે આ વર્ષે વટ સાવિત્રી વ્રતના દિવસે સોમવતી અમાસનો પણ શુભ સંયોગ છે અને શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે.
30 વર્ષ પછી આવો શુભ સંયોગ બન્યો છે કે સોમવતી અમાસ, વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ જેઠ મહિનાની અમાસ પર એક સાથે આવી છે.