ગુરૂવારે વટસાવિત્રીનું વ્રત, જાણો તેનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

ગુરૂવારે વટસાવિત્રીનું વ્રત, જાણો તેનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
પ્રતિકાત્મક તસવીર

ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ જેઠ માસની અમાસના રોજ શ્રદ્ધાની ભાવના સાથે સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પૂજા પાઠ કરે છે, તેમને સમસ્ત દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

  • Share this:
જેઠ માસની અમાસને સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શનિ જયંતિ અને વટ સાવિત્રી જેવા પાવન પર્વ મનાવવામાં આવે છે. આવતીકાલે વટ સાવિત્રી અમાસ વ્રત છે. ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ જેઠ માસની અમાસના રોજ શ્રદ્ધાની ભાવના સાથે સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પૂજા પાઠ કરે છે, તેમને સમસ્ત દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે પિતૃઓની શાંતિ અને દેવી દેવતાઓની શાંતિ કૃપા મેળવવા માટે કરવામાં આવતા દરેક કર્મકાંડનું ફળ પ્રાપ્ત થાય છે.

વટ સાવિત્રી વ્રતનું મહત્વધાર્મિક માન્યતા અનુસાર માં સાવિત્રી યમરાજ પાસેથી તેમના પતિના પ્રાણ પાછા લાવ્યા હતા. મહિલાઓ માટે આ વ્રત ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સુહાગણ સ્ત્રીઓ વડની પૂજા કરે છે અને તેની પરિક્રમા કરે છે. મહિલાઓ સૂતરના દોરાથી વડને બાંધીને સાત ચક્કર લગાવે છે. સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે આ વ્રત કરે છે.

વટ સાવિત્રી વ્રતનું મુહૂર્ત

· મુહૂર્તનો પ્રારંભ- બપોરે 14:00:25 કલાકે (09 જૂન 2021)

· મુહૂર્તની સમાપ્તિ- સાંજે 16:24:10 કલાકે (10 જૂન 2021)

વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ

માં સાવિત્રી અને સત્યવાનની પૂજા કરતા સમયે વૃક્ષને પાણી આપો. પૂજામાં જળ, મૌલી, રોલી, કાચો સૂતરનો દોરો, પલાળેલા ચણા, ફૂલનો ઉપયોગ કરો. વડના ઝાડને પાણી આપો અને સૂતરાઉનો દોરો ઝાડને લપેટીને પરિક્રમા કરો. વડના ઝાડના પાંદડાના ઘરેણા પહેરીને વટ સાવિત્રીની વાર્તા સાંભળો. પલાળેલા ચણાની બાયના કાઢીને, તેમાં રોકડ રૂપિયા મુકીને સાસુને પગે લાગો અને તેમના આશીર્વાદ લો. પૂજા સમાપ્ત થવા પર બ્રાહ્મણને વાંસના વાસણમાં વસ્ત્ર તથા ફળ મુકીને તેનું દાન કરો. આ વ્રતમાં સાવિત્રી-સત્યવાનની પુણ્ય કથાને જરૂરથી સાંભળો. પૂજા કરતા સમયે આ કથા અન્ય વ્યક્તિને પણ સંભળાવો. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:News18 Gujarati
First published:June 09, 2021, 23:18 pm

ટૉપ ન્યૂઝ