વટ સાવિત્રી વ્રતની આ રીતે કરો પૂજા, વધશે પતિની ઉંમર, જીવન બનશે સુખી

News18 Gujarati
Updated: June 15, 2019, 11:58 AM IST
વટ સાવિત્રી વ્રતની આ રીતે કરો પૂજા, વધશે પતિની ઉંમર, જીવન બનશે સુખી
જાણો કે શા માટે સ્ત્રીઓએ વટ સાવિત્રીનું વ્રત કરવું જોઈએ? આ મહત્વ છે ...

જાણો કે શા માટે સ્ત્રીઓએ વટ સાવિત્રીનું વ્રત કરવું જોઈએ? આ મહત્વ છે ...

  • Share this:
Vat Savitri Purnima Vrat 2019, Vat Savitri Purnima Vrat Puja Vidhi and Importance: હિન્દુ ધર્મમાં વિવાહિત સ્ત્રીઓના સૌભાગ્ય, ઘરની શાંતિ, લાંબુ ઉંમર અને બાળકોની ખૂશી માટે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે તેઓ આખો દિવસ વડના વૃક્ષની પૂજા કરે છે. આ વખતે 16 જૂન રવિવારે
આ વટ સાવિત્રી મનાવવામાં આવી રહી છે. આવો જાણીએ વ્રતની પૂજા વિધિ અને મહત્વ:

વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ:

સુહાગન મહિલાઓએ આ દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા પછી લાલ અથવા પીળી સાડી પહેરી તૈયાર થવું જોઈએ. હવે પૂજાની બધી વસ્તુઓને વાંસના પાત્રમાં વ્યવસ્થિત રીતે ગોઠવી લો. હવે વડના વૃક્ષની નીચેની જગ્યા સાફ કરી અને એક ચૌકી પર સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ સ્થાપિત કરો. તે પછી, તેમને ફૂલો, રોલી, કલાવા, અક્ષત, દીવો, અગરબત્તી અને સિંદુરથી તેમની પૂજા કરો.

આ પછી, તેને લાલ રંગનું વસ્ત્ર અર્પિત કરો. સાથે ફળો પણ ચડાવો. પછી તમારા વાળ માં વડનું એક પાંદડુ ખોસી લો. હવે 5, 11, 21, 51, 108 એટલે કે વિષમ સંખ્યામાં વડના વૃક્ષની ચારેય બાજુ પરિક્રમા કરો. પંડિતજીને આગ્રહ કરો કે તમને વટ સાવિત્રી વ્રતની કથાનો પાઠ કરાવે.

વટ સાવિત્રી વ્રતનું મહત્વ:મહિલાઓ સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ મેળવવા માટે મહિલાઓ ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે પતિ અને બાળકોની આયુષ્ય વધે છે અને પાપોનો નાથ થાય છે. હિન્દુ ધર્મમાં જેઠ માટે ઘણી ધાર્મિક માન્યતા છે. લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે આ દિવસે ગંગામાં ડુબકી લગાવે છે.
First published: June 15, 2019, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading