વાસ્તુ ટિપ્સ : ઘરમાં ઉત્તર દિશામાં આ રંગ લગાવવાથી વેપાર-ધંધા અને નોકરીમાં મળશે સફળતા

News18 Gujarati
Updated: May 30, 2020, 4:07 PM IST
વાસ્તુ ટિપ્સ : ઘરમાં ઉત્તર દિશામાં આ રંગ લગાવવાથી વેપાર-ધંધા અને નોકરીમાં મળશે સફળતા
અલગ-અલગ દિશા માટે અલગ-અલગ કલર્સ શુભ માનવામાં આવ્યા છે.

અલગ-અલગ દિશા માટે અલગ-અલગ કલર્સ શુભ માનવામાં આવ્યા છે.

  • Share this:
(ચરણપ્રીત પાઠક, વાસ્તુ કન્સલટન્ટ, ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, આપણા ઘરમાં રંગનું ઘણું જ મહત્વ હોય છે. અલગ-અલગ દિશા માટે અલગ-અલગ કલર્સ શુભ માનવામાં આવ્યા છે. તો આજે આપણે જોઇએ કે કઇ દિશામાં કયો રંગ લગાવવાથી કેવી શુભ અસર થાય છે.

1)ઉત્તર દિશામાં લીલા રંગ અથવા આછા નીલા રંગનો ઉપયોગ કરી શકાય. ઉત્તર દિશા પાણીની દિશા છે એટલે ત્યાં પાણીને લાગતા રંગનો વપરાશ કરવો જોઈએ. ઉત્તર દિશા તમારા કરીયર, ધંધો અને સક્સેસ માટે ઉત્તમ છે.

2)દક્ષિણ દિશામાં લાલ રંગ વધારે વાપરવો જોઈએ. આ દિશા આપણને યશ-કિર્તી ,નામ, વૈભવ, માન અપાવે છે. એટલે આ બધું વધારવા માટે લાલ રંગનો ઉપયોગ ઉત્તમ છે.
3)પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે. આ દિશા ખૂબ મહત્વની છે. આખા વિશ્વને સૂર્યદેવનાં આશીર્વાદ આ દિશામાંથી મળે છે. પીળો કે કેસરી કલર પૂર્વમાં વપરાય તો ઘર પરિવાર, તબિયત અને માનસિક શાંતિ સારી રહે છે. ઘરમાં સુખ શાંતી રહે છે.
4)પશ્ચિમ દિશામાં નીલો કે સફેદ રંગ સારો છે. બાળકો, નવા પ્રોજેકટ, ક્રિએટીવ અને કલાકારો માટેની આ દિશા ઉત્તમ છે. 

 આ પણ વાંચો - ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઇતી હોય તો અજમાવો આ સરળ વાસ્તુ ટિપ્સ

આજે આપણે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ચાર દિશામાં કયા રંગનું મહત્વ છે તેની જાણકારી મેળવી.આ રીતે કલરનું ઉપયોગ યોગ્ય દિશામાં કરીને આપણે વધારે પોઝિટિવિટી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીયે છીએ.

(નોંધ- આ વાસ્તુ ટિપ્સ ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનના ફેકલ્ટી ચરણપ્રીત પાઠક દ્વારા આપવામાં આવી છે.)
First published: May 30, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading