Home /News /dharm-bhakti /Vastu Tips: મહેનત કરવા છતાં ધંધામાં પ્રગતિ નથી? આ ઉપાયો અજમાવી જુઓ, ચમકી ઉઠશે ભાગ્ય!

Vastu Tips: મહેનત કરવા છતાં ધંધામાં પ્રગતિ નથી? આ ઉપાયો અજમાવી જુઓ, ચમકી ઉઠશે ભાગ્ય!

ધંધામાં બરકત માટે એટલું ધ્યાન રાખો

Vastu Tips: તમારી મહેનતમાં કોઈ કમી નથી, છતાં તેનું યોગ્ય ફળ નથી મળી રહ્યું? સારી ગુણવત્તાની પ્રોડક્ટ હોવા છતાં તેનું અપેક્ષિત વેચાણ શક્ય નથી બનતું? તો અવશ્ય તમારા કામના સ્થળે કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે, જે તમારી પ્રગતિમાં અવરોધરૂપ બને છે.ચાલો જાણીએ કે તમારા માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે.

વધુ જુઓ ...
    Vastu Tips for Business: શું ધંધામાં તમારી પ્રગતિ નથી થઈ રહી? તમારી મહેનતમાં કોઈ કમી નથી, છતાં તેનું યોગ્ય ફળ નથી મળી રહ્યું? સારી ગુણવત્તાની પ્રોડક્ટ હોવા છતાં તેનું અપેક્ષિત વેચાણ શક્ય નથી બનતું? તો અવશ્ય તમારા કામના સ્થળે કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે, જે તમારી પ્રગતિમાં અવરોધરૂપ બને છે. જે રીતે ઘરના નિર્માણમાં વાસ્તુ દોષોનું ધ્યાન રાખવામાં આવે છે, તેવી જ રીતે દુકાન કે ધંધાકીય સંસ્થામાં પણ વાસ્તુનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો અપેક્ષિત લાભ મળતો નથી.

    સારી એનર્જીને આકર્ષિત કરો

    આજીવિકા માટે મૂળ ઓફિસ અથવા દુકાન પણ શુભ સંકેતોથી સજ્જ હોવી જોઈએ. સાધન સામગ્રીને યોગ્ય રીતે સજાવવા તેમજ કઈ દિશામાં મોઢું રાખીને બેસવું જેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો, તો ચોક્કસપણે તમે જીવનમાં જે પ્રગતિ ઈચ્છી રહ્યાં છો, તેનાથી તમને કોઈ રોકી શકશે નહીં.

    ચાલો જાણીએ કે તમારા માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે.

    - જો તમે દુકાન બનાવી રહ્યા છો તો મુખ્ય દરવાજો દુકાનની પૂર્વ દિશામાં લગાવો. ફ્લોરને પશ્ચિમથી પૂર્વ અને દક્ષિણથી ઉત્તર તરફ ઢાળવાળી બનાવવી જોઈએ.

    - વેપારીએ પૂર્વ દિવાલને અડ્યા વિના અગ્નિ ખૂણાના મધ્ય ભાગમાં એટલે કે દક્ષિણ-પૂર્વમાં બેસવું જોઈએ. દક્ષિણના અગ્નિ ખૂણામાં દિવાલને અડીને ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ અને દુકાનનું કેશ બોક્સ હંમેશા જમણી બાજુ રાખવું જોઈએ.

    આ પણ વાંચો: હાથમાં આ દુર્લભ રેખા ધરાવતા લોકો જોઇ શકે છે ભવિષ્ય, અનોખી પ્રતિભાનાં માલિક

    - બેસવા માટે પ્લેટફોર્મ ન બનાવવું જોઈએ અને જમીન પર પણ ન બેસવું જોઈએ. તેના બદલે ટેબલ અથવા ખુરશીનો ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ સંજોગોમાં ઈશાન ખૂણામાં એટલકે ઉત્તર -પૂર્વ અને વાયવ્ય દિશામાં એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ન બેસવું જોઈએ.



    જો શક્ય હોય તો, નૈઋત્ય દિશામાં એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્લેટફોર્મ અથવા ટેબલ ગોઠવીને વ્યક્તિ પૂર્વ અથવા ઉત્તર તરફ મોં રાખીને બેસી શકાય છે. તમે ઉંચી ગાદી બનાવીને જમીન પર પણ બેસી શકો છો. દક્ષિણ દિશામાં દરવાજો ધરાવતી દુકાનમાં અગ્નિ, નૈઋત્ય અને ઈશાન દિશામાં બેસીને વેપાર ન કરવો જોઈએ.

    વસ્તુમાં આવા કેટલાક ફેરફાર કરવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Business, Vastu dosh, Vastu shastra, Vastu tips, વાસ્તુ ટિપ્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन