વાસ્તુદોષ: પતિ-પત્ની વચ્ચેનું અંતર વધારે છે બેડરૂમની ખોટી વસ્તુઓ

News18 Gujarati
Updated: February 22, 2018, 4:03 PM IST
વાસ્તુદોષ: પતિ-પત્ની વચ્ચેનું અંતર વધારે છે બેડરૂમની ખોટી વસ્તુઓ
ઘણી વખત પતિ-પત્ની વચ્ચે ખોટી ખોટી બાબતે ઝઘડા થતા રહેતા હોય છે અને આજ નાના નાના ઝઘડા ઘણી વખત મોટુ સ્વરૂપ લઇ લેતા હોય છે

ઘણી વખત પતિ-પત્ની વચ્ચે ખોટી ખોટી બાબતે ઝઘડા થતા રહેતા હોય છે અને આજ નાના નાના ઝઘડા ઘણી વખત મોટુ સ્વરૂપ લઇ લેતા હોય છે

  • Share this:
ધર્મડેસ્ક: ઘણી વખત પતિ-પત્ની વચ્ચે ખોટી ખોટી બાબતે ઝઘડા થતા રહેતા હોય છે અને આજ નાના નાના ઝઘડા ઘણી વખત મોટુ સ્વરૂપ લઇ લેતા હોય છે જેને કારણે પતિ પત્ની વચ્ચે અંતર વધતુ જાય છે. ત્યારે આપને જણાવીએ કે ઘણી વખત આ પાછળ વાસ્તુદોષ પણ કામ કરે છે.

કેટલીક નાની બાબતોનું ધ્યાન જો ન રાખવામાં આવે તો દંપતી વચ્ચેની સમસ્યાથી માંડીને આર્થિક સમસ્યાઓ પણ પેદા થઇ શકે છે. અને પતિ પત્નીનાં સંબંધોમાં સુખ-શાંતિ જળવાતી નથી.

-જો બેડરૂમમાં વોશ બેઝિન રાખવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ ઘટે છે અને શંકાઓ વધે છે. જો બેડરૂમનાં બાથરૂમમાં બેઝિન હોય તો ચાલે. તે દરવાજા પાછળ હોવું જોઇએ.

-હમેશાં ધ્યાન રાખવું કે તમારા બેડરૂમનો અરિસો એ રીતે હોવો જોઇએ કે તેમાં તમારો બેડ ન દેખાય. નહીંતર બંને વચ્ચે દૂરિયા વધશે.
-જે પલંગ પર તમે સૂતા હોય તે જો સ્ટોરેજવાળો ડબલ બેડ હોય તો તેમાં કોઇ જ બંધ ઇલેક્ટ્રોનિક સામાન ન રાખવો.. તેમજ જૂતા-ચંપલ ન રાખવા.આ ખરાબ ભાગ્ય લાવે છે.
-બેડરૂમમાં કોઈપણ પ્રકારના કુંડા ન રાખવા, જો સજાવટ માટે રાખવા હોય તો બાલ્કનીમાં રાખી શકો.. બેડરૂમમાં રાખવાથી નેગેટિવીટી વધે છે અને ઝઘડા પણ.-મહેમાન અને મિત્રોને બેડરૂમમાં ન બેસાડવા, આમ કરવાથી બેડરૂમમાં નકારાત્મકતા વધે છે અને દંપતિ વચ્ચે સમસ્યાઓ થવા લાગે છે.

 
First published: February 22, 2018, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading