Home /News /dharm-bhakti /જલદી..આ દિશામાં ઘડિયાળ છે તો ઉતારી દો: પૈસાની તકલીફ પડશે, સંબંધોમાં તિરાડ પડવા લાગશે અને...
જલદી..આ દિશામાં ઘડિયાળ છે તો ઉતારી દો: પૈસાની તકલીફ પડશે, સંબંધોમાં તિરાડ પડવા લાગશે અને...
ઘડિયાળ આ દિશામાં ના લગાવશો
Vastu tips: દરેક લોકોના જીવનમાં વાસ્તુનું મહત્વ રહેલું હોય છે. વાસ્તુ અનુસાર જાણતા-અજાણતા કોઇ ભૂલ થાય છે તો અનેક ઘણી તકલીફો ઘરમાં તેમજ પૈસાને લઇને પડતી હોય છે. આ માટે વાસ્તુ ટિપ્સને ફોલો કરવી જરૂરી બને છે.
Vastu tips: દરેક વ્યક્તિના જીવનમાં વાસ્તુનું મહત્વ રહેલું હોય છે. ગમે તેટલું ધ્યાન રાખીએ તો પણ વાસ્તુ ક્યાંકને ક્યાંક આપણાંથી ભૂલો થઇ જતી હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો ઘડિયાળ ઘરમાં સૌથી મોટો ભાગ ભજવે છે. આવી જ રીતે ઘડિયાળ આપણાં જીવનમાં પણ અનેક રીતે મહત્વ ઘરાવે છે. તમે કદાચ નહીં જાણતા હોવ કે ઘડિયાળ તમને શુભ-અશુભ સંકેત પણ આપે છે. આ માટે ઘડિયાળને પણ સાચી દિશામાં લગાવવી ખૂબ જરૂરી છે. આમ, તમને જણાવી દઇએ કે બંધ પડેલી ઘડિયાળ તમારા જીવનમાં અનેક ઘણી મોટી તકલીફ ઉભી કરી શકે છે. herzindagi અનુસાર વાસ્તુ એક્સપર્ટ નરેશ સિંગલ પાસેથી જાણો ઘડિયાળ લગાવવાના આ કેટલાક વાસ્તુ નિયમો વિશે..
આ ઘડિયાળ નેગેટિવિટી લાવે છે
વાસ્તુ અનુસાર ઘરમાં રાખેલી જૂની અને ખરાબ ઘડિયાળ નેગેટિવિટી લઇને આવે છે, જેના કારણે ઘરના લોકોના મનમાં ખરાબ વિચાર આવે છે. જો કે દરેક વ્યક્તિના જીવનમાં આ મહત્વનો ભાગ ભજવે છે.
ઘરમાં જાતજાતની ઘડિયાળ રાખવાથી પોઝિટિવ એનર્જી પર ખરાબ અસર પડે છે. ધાતુની ઘડિયાળને ક્યારે પણ પૂર્વ દિશામાં લગાવશો નહીં.
તૂટેલી ઘડિયાળ
તૂટેલી ઘડિયાળને ક્યારે પણ ઘરમાં રાખી મુકશો નહીં. અનેક લોકોને તૂટેલી ઘડિયાળ ઘરમાં રાખવાની આદત હોય છે. આમ, જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ સાથે જ બંધ ઘડિયાળ પણ ક્યારે ઘરમાં રાખશો નહીં.