Home /News /dharm-bhakti /Vastu Tips: ઘરનું મંદિર બનાવડાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ સામગ્રીનો ઉપયોગ, થશે મોટું નુકસાન
Vastu Tips: ઘરનું મંદિર બનાવડાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ સામગ્રીનો ઉપયોગ, થશે મોટું નુકસાન
Vastu tips for home temple
Vastu tips: વાસ્તુશાસ્ત્રમાં ઘરના દેવાથી લઇ પૂજા ઘર સુધીની બધી વાત જણાવવામાં આવી છે. તો ચાલો જાણીએ ઘરે મંદિરનુ નિર્માણ કરાવતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઘર માટે મંદિર બનાવવા માટે વિવિધ પ્રકારની સામગ્રી અને શૈલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે લોકો તેમના ઘરોમાં મંદિર બનાવવા માટે લાકડા, આરસ, ગ્રેનાઈટ વગેરેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, શું આ વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય છે? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સામગ્રી કેટલી યોગ્ય છે. ચાલો જાણીએ
મંદિર કઈ દિશામાં હોવું જોઈએ?
શાસ્ત્રો અનુસાર ઉત્તર-પૂર્વ ખૂણામાં મંદિર બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ આ દિશામાં મંદિર બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા સ્થળની નીચે પથ્થરની સ્લેબ ન લગાવવી જોઈએ.
વાસ્તુ અનુસાર, પૂજા સ્થળની નીચે પથ્થરનો સ્લેબ લગાવવાથી તમે દેવામાં ફસાઈ શકો છો. પથ્થરને બદલે, તમે લાકડાના સ્લેબ અથવા એક અલગ લાકડાનું મંદિર બનાવી શકો છો.
પરંતુ ધ્યાન રાખો કે લાકડાનું મંદિર દિવાલને અડીને ન હોવું જોઈએ, દિવાલથી થોડુ આગળ રાખીને જ મંદિરનું નિર્માણ કરાવો. જો ઉત્તર-પૂર્વ દિશામાં લાકડાનું મંદિર બનાવ્યું છે તો મંદિરની નીચે ગોળ પગ રાખવાનું ધ્યાન રાખો.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર