Vastu Tips: ઘરમાં ક્યાં સ્થાન પર રાખશો તિજોરી? જાણો વાસ્તુ અનુસાર યોગ્ય સ્થાન
Vastu Tips: ઘરમાં ક્યાં સ્થાન પર રાખશો તિજોરી? જાણો વાસ્તુ અનુસાર યોગ્ય સ્થાન
ઘરમાં ક્યાં સ્થાન પર રાખશો તિજોરી? જાણો વાસ્તુ અનુસાર યોગ્ય સ્થાન
Vastu Sashtra Tips: વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને ધન, સંપત્તિ વગેરે રાખવાની દિશા માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તિજોરી ક્યાં રાખવી જોઈએ અને તેનાથી સંબંધિત વાસ્તુ ટિપ્સ શું છે.
Vastu Tips for Locker દરેક વ્યક્તિ પોતાની ધન અને સંપત્તિને વધારવા અને સુરક્ષિત કરવા માંગે છે. જો ઘરની ગોઠવણ કે તેમાં રાખેલી વસ્તુઓને વાસ્તુ પ્રમાણેના નિયમો મુજબ યોગ્ય દિશા અને સ્થાન પર રાખવામા આવે તો તેની સકારાત્મક અસર થઈ શકે છે. ઘણી વખત વાસ્તુ દોષ (Vastu Dosh) ને કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે અથવા તો આવકમાં વધારો થતો નથી. જે પૈસા કમાયા છે તે વધતા નથી. હવે પ્રશ્ન એ છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ ધન અને સંપત્તિ વધારવા શું કરવું જોઈએ? આ માટે તમારે તમારી તિજોરી અથવા લોકર સાથે સંબંધિત વાસ્તુની મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું પડશે. વસ્તુ અનુસાર તમારું લૉકર કે તિજોરી છે કે નહીં? ચાલો જાણીએ તિરુપતિના જ્યોતિષ અને આર્કિટેક્ટ ડૉ. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી તિજોરી સંબંધિત વાસ્તુ ટિપ્સ (Locker Vastu Tips) વિશે.
તિજોરી અથવા લોકર સંબંધિત વાસ્તુ ટિપ્સ
1. વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને ધન, સંપત્તિ વગેરે રાખવા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે કારણ કે આ દિશા કુબેર સાથે સંબંધિત છે. આ દિશામાં રાખવામાં આવેલ ધનની કોઈ ખોટ નથી, તે વધતી જ રહે છે.
2. જો તમે ઘરમાં તિજોરી કે લોકર ઉત્તર દિશા તરફ રાખો છો તો ધ્યાન રાખો કે તેનો દરવાજો ઉત્તર દિશા તરફ જ ખુલવો જોઈએ.