Home /News /dharm-bhakti /

Vastu tips: બંધ ઘડિયાળ બગાડી શકે છે તમારું ભાગ્ય, જાણો વાસ્તુશાસ્ત્ર સંબંધિત આ નિયમો

Vastu tips: બંધ ઘડિયાળ બગાડી શકે છે તમારું ભાગ્ય, જાણો વાસ્તુશાસ્ત્ર સંબંધિત આ નિયમો

બંધ ઘડિયાળ ન રાખતા ઘરની દિવાલ પર

Vastu Tips: વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં પેંડુલમ વાળી ઘડિયાળ હોય તો તે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તે લોકોના જીવનમાં પ્રગતિ લાવે છે અને તમારે તેને પશ્ચિમ દિશામાં મૂકવી જોઈએ.

    ધર્મભક્તિ ડેસ્ક: લગભગ દરેક ઘરમાં ઘડિયાળ દીવાલમાં લટકતી જોવા મળે છે અને જ્યારે પણ સમય જોવાનો હોય ત્યારે આપણી નજર સીધી ઘડિયાળ તરફ જતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘડિયાળ સમય (Vastu Tips for home) જણાવવા કરતા ઘણા વધારે સંકેતો આપે છે? વાસ્તુ મુજબ ઘડિયાળ સાથે જોડાયેલા કેટલાક નિયમો (vastu tips for wall clock) એવા છે જેના વિશે તમારે ચોક્કસ જાણવું જોઈએ.

    ઘરમાં ભૂલથી પણ ન લગાવો બંધ ઘડિયાળ

    - દીવાલ પર લટકતી ઘડિયાળ ઘણી વખત બંધ થઇ જાય છે અને આવી સ્થિતિમાં તમારે સમય બગાડ્યા વગર તરત જ તેને ઠીક કરવી જોઈએ. કારણ કે વાસ્તુ અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ લગાવવી અશુભ હોય છે. ઘરમાં બંધ ઘડિયાળ લગાવવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

    - બંધ ઘડિયાળના કારણે ઘરને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે. આના કારણે તમારી પાસે પૈસાની તંગી થઇ શકે છે. તેથી જો તમારા ઘરની દીવાલમાં લટકતી ઘડિયાળ બંધ હોય તો તેને તુરંત જ ઠીક કરાવી લો.

    - વાસ્તુશાસ્ત્ર મુજબ બંધ ઘડિયાળના કારણે ઘરમાં બીમારી આવે છે અને ઈલાજ માટે ઘણા પૈસા ખર્ચ કરવા પડે છે.

    આ પણ વાંચો- 2023 સુધી રાહુ-કેતુ આ 3 રાશિઓ પર રહેશે મહેરબાન, અપાવશે પદ, પૈસો અને પ્રસિદ્ધિ

    ઘડીયાળ સાથે જોડાયેલી આ વાતો રાખો ધ્યાનમાં

    - ઘરમાં ઘડિયાળ રાખતી વખતે તમારે ઘડિયાળ બારણાની ઉપર ન મૂકવી જોઈએ. આવું કરવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દરવાજા પર ઘડિયાળ લગાવવી અશુભ માનવામાં આવે છે.

    - તમારે ઘડિયાળને ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. કારણ કે દક્ષિણ દિશા સ્થિર માનવામાં આવે છે અને આ દિશામાં ઘડિયાળ લગાવવી અશુભ હોય છે. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને પ્રગતિ અટકી જાય છે.

    આ પણ વાંચો- Kitchen Vastu :દૂધ અને ખાંડ સહિત આ 3 વસ્તુઓ કોઇને ન આપો ઉધાર, ઘરની બરકત પર પડશે અસર

    કેવી ઘડિયાળ હોય છે લકી?

    ફેંગશુઇમાં ઘડિયાળોની સાઇઝ ખૂબ મહત્વ ધરાવે છે તેથી જ્યારે પણ તમે ઘડિયાળ ખરીદો ત્યારે ધ્યાન રાખો કે ફેંગશુઇ અનુસાર તમારી ઘડિયાળ તમારા માટે લકી છે. ફેંગશુઈ મુજબ અંડાકાર, ગોળ, અષ્ટકોણીય અને લંબચોરસ ઘડિયાળ ઘર માટે શુભ હોય છે.

    અહી ઉલ્લેખનિય છે કે, વાસ્તુ અનુસાર ઘડિયાળો પણ અલગ અલગ હોય છે. વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં પેંડુલમ વાળી ઘડિયાળ હોય તો તે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તે લોકોના જીવનમાં પ્રગતિ લાવે છે અને તમારે તેને પશ્ચિમ દિશામાં મૂકવી જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Stopped Clock, Vastu tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन