Vastu tips: હળદર અને ફૂદીનાનો છોડ ખતમ કરે છે વાસ્તુદોષ

News18 Gujarati
Updated: March 6, 2020, 6:15 PM IST
Vastu tips: હળદર અને ફૂદીનાનો છોડ ખતમ કરે છે વાસ્તુદોષ
વાસ્તુ દોષનું ગ્રાફિક્સ

વાસ્તુશાસ્ત્રમાં અગ્ની દિશાનો વિશે, દોષ માનવામાં આવે છે. અગ્ની દેશમાં દોષ હોવાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુના જાણકાર પ્રમાણે અગ્ની ખૂામાં દોષને ખતમ કરવા માટે આ દિશમાં લાલ રંગનો એક બલ્બ અથવા તો દીવો એક પહોર અથવા આશરે ત્રણ કલાક સુધી ચાલે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ- વાસ્તુશાસ્ત્રમાં (vastu shastra) અગ્ની દિશાનો વિશે, દોષ માનવામાં આવે છે. અગ્ની દેશમાં દોષ (Igneous direction) હોવાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુના જાણકાર પ્રમાણે અગ્ની ખૂામાં દોષને ખતમ કરવા માટે આ દિશમાં લાલ રંગનો એક બલ્બ અથવા તો દીવો એક પહોર અથવા આશરે ત્રણ કલાક સુધી ચાલે.

આ માટે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આ દોષ નિવારણ માટે અગ્ની દિશામાં મનીપ્લાન લગાવવો પણ શુભ માનવામાં આવે છે. અગ્ની દિશામાં સૂરજમુખીનું ફૂલ, પાલક, તુલસી, ગાજર, આદુ કે મરચા, મેથી, હળદર, ફૂદીનો અને મીઠા લીમડાનો છોડ પણ લગાવી શકાય છે. (vastu tips)

આ પણ વાંચોઃ-Health Tips: સ્કિન પર બ્લીચથી થતી બળતરા ચપટી વગાડતા શાંત કરશે આ 5 ઘરેલું ઉપાય

નિષ્ણાતો પ્રમાણે આ દિશમાં દોષ નિવારણ માટે રેશમી પરિધાન, વસ્ત્રો, સોંદર્યની વસ્તુઓ ઉપહાર સ્વરૂપ ઘરની સ્ત્રીઓને આપીને હંમેશા પ્રસન્ન રખો. આ દિશમાં શુક્ર યંત્ર લગાવવું પણ સારું માનવામાં આવે છે. આવી જ રીતે દક્ષિણ દિશામાં દોષ નિવારણ માટે ઘરમાં ભારેમાં ભારે વસ્તુ આ દિશમાં રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ-પતિ-પત્ની ઓર વોની દર્દભરી આ કહાની વાંચીને તમે પણ આંસુંને નહીં રોકી શકો

આ ઉપરાંત મંગળ ગ્રહના મંત્રોનું દાન કરવું જોઈએ. દક્ષિણ દિશાની દિવાલ ઉપર લાલ રંગનું હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ. દક્ષિણ દિશાની દિવાલ ઉપર મંગળ યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ વિસ્તારમાં ખાલી જગ્યા હોય તો છોડ મુકવા જોઈએ.આ પણ વાંચોઃ-દહેજમાં બે કરોડ રૂપિયા ન મળતા પતિએ બનાવ્યો પત્નીનો ન્હાતો Video અને પછી..

નેઋત્ય દિશાના દોષને ખતમ કરવા માટે ભારે મૂર્તિઓ પણ રાખવામાં આવે છે. આવા વ્યક્તિઓને વાણી ઉપર નિયંત્રણ રાખું જોઈએ. નેઋત્યમાં રાહુના મંત્રોનો જાપ કરવો જોઈએ.

સોના-ચાંદી અથવા તાબાના સિક્કા કે નાગ-નાગીનના જોડાની પૂજા કરીને નેઋત્ય કોણની દિશામાં દાટી દેવું જોઈએ. આ ઉપરાંત રાહુ યંત્રની સ્થાપના પણ આ જ દિશામાં કરવી જોઈએ.
First published: March 6, 2020, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading