Home /News /dharm-bhakti /Vastu Tips: આ છોડ ઘર માટે માનવામાં આવે છે શુભ, હંમેશા રહે છે માતા લક્ષ્મીની કૃપા

Vastu Tips: આ છોડ ઘર માટે માનવામાં આવે છે શુભ, હંમેશા રહે છે માતા લક્ષ્મીની કૃપા

આ છોડ ઘર માટે માનવામાં આવે છે શુભ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કેટલાક છોડ લગાવવાથી ચમત્કારી લાભ પણ થાય છે. કેટલાક છોડના ફૂલ માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

ધર્મ ડેસ્ક: છોડ-ઝાડનું આપણા જીવનમાં ખુબ મહત્વ હોય છે. છોડ પકૃતિના સંચાર માટે જરૂરી હોય છે. છોડ લગાવવાથી માત્ર શુદ્ધ હવા અને ઓક્સિજન જ નહિ, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કેટલાક છોડ લગાવવાથી ચમત્કારી લાભ પણ થાય છે. કેટલાક છોડના ફૂલ માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. આઓ આજે અમે તમને જણાવીએ કયો છોડ લગાવવાથી તમને લાભ થશે.

તુલસીનો છોડ

સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ છોડમાં અનેક ઔષધીય ગુણો છે. ઘરમાં તુલસીની હાજરી શુદ્ધ હવા આપે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ હવામાંથી ઝેરી રસાયણોને શોષી લે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે.

લક્ષ્મણ

આ છોડ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સંપત્તિ આકર્ષે છે. આ છોડને ઘરમાં લગાવવાથી ક્યારેય પૈસાની કમી આવતી નથી. આ છોડ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેને પોટમાં લગાવી શકાય છે.

રજનીગંધા

ઘરમાં રજનીગંધાનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. રજનીગંધાની ત્રણ જાતો છે. તેમાં ઔષધીય ગુણો જોવા મળે છે. તેમાંથી સુગંધિત અત્તર અને તેલ પણ બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: બુધવારના દિવસે કરો આ ઉપાય, ઘરમાં ક્યારે નહિ થાય ધનની ક્મી

અશ્વગંધા

અશ્વગંધાનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુ નિયમો અનુસાર આ છોડ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

હરસિંગાર

હરસિંગારને પારિજાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી સુખ-શાંતિ બની રહે છે. તેના ફૂલોમાં તણાવ દૂર કરવાની ક્ષમતા હોય છે.

 આ પણ વાંચો: તમારા ઘરની આ જગ્યાએ લગાવી શકો છો આર્ટિફિશ્યલ ગ્રાસ કે પ્લાન્ટ, પરંતુ આ વાતનું ખાસ રાખો ધ્યાન



સફેદ આંકડા

ભગવાન ગણેશ સફેદ આંકડા માં નિવાસ કરે છે. જો તેની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
First published:

Tags: Astro Tips, Dharm Bhakti, Plant, Vastu tips