Home /News /dharm-bhakti /Vastu Tips: આ દિશા તરફ મોં રાખીને ન કરવું જોઈએ ભોજન, ઉંમર ઓછી થાય છે

Vastu Tips: આ દિશા તરફ મોં રાખીને ન કરવું જોઈએ ભોજન, ઉંમર ઓછી થાય છે

વાસ્તુશાસ્ત્રમાં ભોજન કરવાની સાચી દિશા વિશે જણાવવામાં આવ્યું છે. (Image- Pixabay)

Vastu Tips: વાસ્તુમાં દિશાઓ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે, જેમાં એ દિશાઓનો સંબંધ દેવતાઓ (God) અને ઊર્જા (Energy) સાથે પણ છે. આજે જાણીએ કઈ દિશા તરફ ભોજન કરવું યોગ્ય છે.

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં આપણા દૈનિક જીવન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ વિશે કેટલાક સૂચનો આપેલા છે, જેને અપનાવીને સંતુલિત તેમજ સફળ જીવન પસાર કરી શકાય છે. વાસ્તુમાં દિશાઓ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે, જેમાં એ દિશાઓનો સંબંધ દેવતાઓ (God) અને ઊર્જા (Energy) સાથે પણ છે. આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં મોઢું રાખીને ભોજન કરવાથી શું થાય છે? કઈ દિશામાં બેસીને ભોજન (Food) કરવું ઉત્તમ રહે છે.

1. જો તમે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરો છો તો આ આદતને તરત જ બદલી નાખો. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. યમરાજ મૃત્યુના દેવ છે. દક્ષિણ તરફ મુખ રાખીને ભોજન કરવાથી આયુને હાનિ થાય છે અને તમે વિવિધ પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ શકો છો.

2. પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ તરફ મોં રાખીને ભોજન કરવું સારું છે. આમ કરવાથી વ્યક્તિને ભોજનમાંથી સંપૂર્ણ ઉર્જા મળે છે. પૂર્વ દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી આયુષ્ય વધે છે. પાચન શક્તિ વધે છે, જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે. આયુર્વેદમાં પણ આ વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચો: ઘરેથી કામ કરતા હો તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, કાર્યક્ષમતા વધશે

3. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓએ ઉત્તર તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ. જે લોકો પોતાના કરિયરના પ્રારંભિક તબક્કામાં છે, તેમણે પણ આ દિશામાં ભોજન કરવું જોઈએ. આ દિશાને ધન, જ્ઞાન અને આધ્યાત્મની દિશા માનવામાં આવે છે.

4. પશ્ચિમ દિશાને લાભની દિશા માનવામાં આવે છે. જે લોકો વેપાર કરે છે અથવા નોકરી કરે છે અથવા મગજ સંબંધિત કામ જેવા કે લેખન, શિક્ષણ, સંશોધન વગેરે સાથે જોડાયેલા છે, તેમણે પણ આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.

આ પણ વાંચો: જીવનસાથી સાથે તાલમેલ વધારવા ફોલો કરો આ ફેંગશુઈ ટિપ્સ

ભોજનનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. જો ખોરાક યોગ્ય દિશામાં બનેલો હોય અને તેને યોગ્ય દિશામાં બેસીને આરોગવામાં આવે તો તેમાંથી યોગ્ય પોષણ અને સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે. ખોરાકનો સંબંધ ઊર્જા સાથે છે. જો ખોરાક ખોટી દિશામાં તૈયાર કરવામાં આવે, તો તેમાંથી નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે. બીમારીઓ થાય છે અને માનસિક હતાશા પણ થઈ શકે છે.

આ કારણથી વાસ્તુશાસ્ત્રમાં કિચન અને ડાઇનિંગ હોલની દિશા પણ આપવામાં આવી છે. ડાઇનિંગ હોલ ઘરની પશ્ચિમમાં હોય તો સારું છે. જો તે ત્યાં ન હોય, તો તમે તેને ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં ગોઠવી શકો છો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Dharma bhakti, Religion News, Vastu shastra, Vastu tips, ધર્મભક્તિ