Home /News /dharm-bhakti /Vastu Tips: ઘરમાં હંમેશા ભરેલો રહેશે અન્નનો ભંડાર, આ જગ્યા પર લગાવો માતા અન્નપૂર્ણાની તસ્વીર
Vastu Tips: ઘરમાં હંમેશા ભરેલો રહેશે અન્નનો ભંડાર, આ જગ્યા પર લગાવો માતા અન્નપૂર્ણાની તસ્વીર
માતા અન્નપૂર્ણાની તસ્વીર
Vastu Tips: માતા અન્નપૂર્ણાને હિંદુ ધર્મમાં ભોજનની દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે ત્યારે ઘરમાં પૈસા અને અનાજનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. વાસ્તુના નિયમો અનુસાર ઘરમાં માતાની મૂર્તિ કે તસ્વીર મૂકતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં માતા અન્નપૂર્ણાને ધન-ધાન્ય અને અન્નની દેવીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી જ પરિવારના સભ્યોનું ભોજન પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે જે પણ ભક્ત દેવી અન્નપૂર્ણાની સાચા મનથી પૂજા કરે છે, એમના ઘરમાં ક્યારે પણ અન્નનો ભંડાર ખાલી થતો નથી. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માતા અન્નપૂર્ણાને અન્ન, સૌભાગ્ય અને એશ્વર્યની દેવી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પોતાના ઘરમાં માતા અન્નપૂર્ણાની તસ્વીર લગાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. સાથે જ ઘરમાં ધન-ધાન્યનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ વિશેષજ્ઞ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
માતા અન્નપૂર્ણાની તસ્વીર લગાવવાની યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાની તસ્વીર લગાવવા જઈ રહ્યા છો. તો તેના સ્થાન માટે સૌથી શુભ ઘરની પૂર્વ-દક્ષિણ દિશા છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રમાં આ દિશાને દક્ષિણપૂર્વ કોણનો મધ્ય ભાગ માનવામાં આવે છે. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ રહે છે, તેથી જો અહીં માતા અન્નપૂર્ણાની તસ્વીર લગાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય જળવાઈ રહે છે. આ સાથે જ ઘરમાં ક્યારેય પણ ભોજનની કમી નથી આવતી. ઘરમાં માતા અન્નપૂર્ણાની તસ્વીર લગાવવાથી પણ ઘરના વાસ્તુ દોષથી રાહત મળે છે.
ઘરના મંદિરમાં માતા અન્નપૂર્ણાની તસવીર કે મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ મંદિરમાં માતાની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે તમે નિયમિત રીતે માતાની પૂજા કરો અને તેમને ભોજન અર્પણ કરો. ઘરના મંદિરમાં તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકાય છે.
જો તમે અનાજ ભેગું કરીને તમારા ઘરમાં કોઈ જગ્યાએ રાખો છો, તો તમે આ સ્થાન પર માતા અન્નપૂર્ણાની તસ્વીર પણ લગાવી શકો છો. ધ્યાનમાં રાખો કે તમે જે દિવાલ પર તસ્વીર લગાવી રહ્યા છો તે બાથરૂમ સાથે જોડાયેલી ન હોવી જોઈએ. જો તેની આસપાસ બાથરૂમ હોય તો માતાની તસ્વીર ન લગાવવી.
વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા અન્નપૂર્ણા ઘરના રસોડામાં નિવાસ કરે છે. એટલા માટે તમે તમારા ઘરના રસોડામાં ઉત્તર-પૂર્વ દિશામાં માતા અન્નપૂર્ણાની મૂર્તિ અથવા તસ્વીર લગાવી શકો છો. જો આ દિશામાં કોઈ મૂર્તિ અથવા તસ્વીર મૂકવું શક્ય ન હોય તો તમે પશ્ચિમમાં અન્નપૂર્ણા દેવીની મૂર્તિ અથવા તસ્વીર પણ મૂકી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી નહીં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર