Home /News /dharm-bhakti /

વાસ્તુ ઉપાય, ઘર પર ક્યારે નહી રહે પૈસાની અછત

વાસ્તુ ઉપાય, ઘર પર ક્યારે નહી રહે પૈસાની અછત

    આપણે કેટલાએ લોકોના મુખે સાંભળીએ છીએ કે, આપણું ઘર આપણું જ હોય છે. ઘરની બહાર થતી ભાગદોડ અને તણાવથી છૂટકારો ત્યારે જ મળે છે, જ્યારે આપણે પાછા ઘરે આવીએ છીએ. ઘરે આવતા જ આપણે ફ્રેસ થઈ તણાવ મુક્ત બનીએ છીએ. શું તમે ક્યારે પણ વિચાર્યું છે, આવું કેમ થાય છે. આના પાછળ હોય છે વાસ્તુ, જે આપણને સારી એનર્જી આપે છે. જો સારૂ વાસ્તુ હોય તો તણાવ મુક્ત થવાની સાથે સકારાત્મક ઉર્જા પણ મળે છે. તો વાસ્તુ દોષ હોવાથી કેટલીએ પ્રકારની પરેશાની પણ આવે છે. તો જોઈએ ઘરના સારા અને ખરાબ વાસ્તુ વિશે.

    ઘરનો મુખ્ય દ્વાર કેવો હોવો જોઈએ
    - ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ દ્વારા છે. જેથી હંમેશા મુખ્ય દ્વાર સાફ-સુથરો હોવો જોઈએ. આ સિવાય સાંજના સમયે ક્યારે પણ અંધારૂ ન હોવું જોઈએ.

    - કેટલાએ લોકોની આદત હોય છે કે, ઘરના મુખ્ય દરવાજાની સામે જ જૂતા-ચપ્પલની જગ્યા બનાવી લેતા હોય છે. આના કારણે ઘર પર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ સરળતાથી થાય છે. જેથી ઘરના દરવાજા આગળથી આવી વસ્તુ તુરંત હટાવી દો.

    - વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર સામે ક્યારે પણ થાંભલાનો કે ઝાડનો છાયો ન પડવો જોઈએ.

    - ઘરનો મુખ્ય દ્વાર ક્યારે પણ મકાનના મધ્યમાં ન હોવો જોઈએ વાસ્તુમાં આને અશુભ માનવામાં આવે છે.

    - વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ખુલતા સમયે સીડી ન હોવી જોઈએ. સાથે મુક્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલતો હોવો જોઈએ.

    વાસ્તુના સરળ ઉપાય
    - ઘર પર સકારાત્મક ઉર્જાને આકર્ષીત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું નિશાન બનાવો અને દિવાલ પર પાદુકા દર્પણ સ્થાપિત કરો.

    - ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે વિંડ ચાઈમ બનાવો

    - ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગની દોરી બાંધવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: House, Left, Vastu tips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन