Home /News /dharm-bhakti /

Vastu Tips: ઘરના આ વાસ્તુ દોષોને નજરઅંદાજ કરવું પડી શકે છે ભારે, સુખ-શાંતિ માટે આ વાતોનું રાખો ધ્યાન

Vastu Tips: ઘરના આ વાસ્તુ દોષોને નજરઅંદાજ કરવું પડી શકે છે ભારે, સુખ-શાંતિ માટે આ વાતોનું રાખો ધ્યાન

જો તમારું ઘર વાસ્તુ અનુસાર ન બન્યું હોય તો એના કારણે ઘણાં પ્રકારની મુશ્કેલી સર્જાઈ શકે છે. (Image credit- Scientific Vastu)

Vastu Tips: જો તમારું ઘર વાસ્તુ અનુસાર ન બન્યું હોય તો એના કારણે ઘણાં પ્રકારની મુશ્કેલી (Home Vastu Dosh) સર્જાઈ શકે છે. જો તમે પણ ઘર બનાવી રહ્યા હો અથવા તો ઘરમાં વાસ્તુ દોષ (Home Vastu Dosh) હોય તો તેને નજરઅંદાજ ન કરો.

    Vastu Tips: મનુષ્યને લાગે છે કે પૈસો જ બધું છે. પૈસાથી દુનિયાની બધી ચીજ-વસ્તુ સાથે ખુશી કે સુખ મળી જાય છે, પરંતુ તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે કેટલાક લોકો પાસે પૈસા (Money) અને પ્રોપર્ટી (Property) હોવા છતાં પણ ઘરમાં સુખ શાંતિ નથી રહેતી, ધન નથી ટકતું અને પરિવારના સભ્યો અવારનવાર બીમાર રહે છે. આવું ઘરમાં વાસ્તુ દોષ (Vastu Dosh)ને કારણે પણ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણાં નિયમો બતાવવામાં આવ્યા છે. જો તમારું ઘર વાસ્તુ અનુસાર ન બન્યું હોય તો એના કારણે ઘણાં પ્રકારની મુશ્કેલી સર્જાઈ શકે છે. જો તમે પણ ઘર બનાવી રહ્યા હો અથવા તો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને નજરઅંદાજ ન કરો નહીંતર ભારે નુકસાન વેઠવું પડી શકે છે.

    દક્ષિણ મુખી ઘર

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ મુખી ઘર ન હોવું જોઈએ, પરંતુ જો તમારા ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ મુખી છે તો એ માટે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનનો ફોટો લગાવો. આ ઉપરાંત મુખ્ય દ્વાર પર કાચ લગાવવાથી પણ વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે.

    સીધી રેખામાં દરવાજા ન હોવા જોઈએ

    જો તમારા ઘરમાં સીધી રેખામાં ઘણાં દરવાજા છે તો તેનાથી પણ ભારે વાસ્તુ દોષ લાગે છે. આ વાસ્તુ દોષથી બચવા માટે ઘરના દરવાજા પર વિન્ડ ચાઇમ્સ લગાવવું લાભદાયી રહેશે.

    આ પણ વાંચો: બેડરૂમમાં રાખો આ વસ્તુઓ, સંબંધોમાં વધતી રહેશે મીઠાશ

    રસોઈ ઘરમાં વાસ્તુ દોષ

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચન માટે સૌથી યોગ્ય દિશા અગ્નિ કોણ માનવામાં આવે છે. જો તમારું કિચન આ દિશામાં નથી તો એ માટે ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ કહેવાય છે એ દિશામાં ભગવાન ગણેશની મૂર્તિ લગાવો.

    કપૂરથી વાસ્તુ દોષ થશે દૂર

    તમારા ઘરમાં જે ખૂણામાં વાસ્તુ દોષ છે એ ખૂણામાં કપૂરના બે ટુકડા રાખો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે. સાથે જ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

    ઈશાન કોણનો વાસ્તુ દોષ

    ઈશાન કોણને ઘરનો સૌથી શુભ કોણ માનવામાં આવે છે. જો કોઈ કારણસર ઈશાન ખૂણામાં વાસ્તુ દોષ હોય તો તે ખૂણામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ.

    ઈશાન કોણમાં ન રાખો આ સામાન

    વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ દિશા ઈશાન કોણ કહેવામાં આવે છે. ઈશાન ઘરનો સૌથી શુભ ખૂણો છે. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ધ્યાનમાં રાખો કે ડસ્ટબિન અથવા કોઈપણ ભારે વસ્તુઓ ક્યારેય ઈશાન ખૂણામાં ન રાખો.

    આ પણ વાંચો: આ 4 રાશિઓ પર મંગળનો રહે છે જબરદસ્ત પ્રભાવ, દરેક મામલે હોય છે નસીબદાર

    નળનું ટપકવું અશુભ

    ઘરનો કોઈ નળ લીક થાય તો તે વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. કોશિશ કરો કે તમારા ઘરનો એક પણ નળ લીક ન થાય. તેના કારણે તમારા ઘરમાં ધનને નુકસાન થાય છે.

    પશ્ચિમ દિશામાં રસોડું હોવું શુભ

    શાસ્ત્રો અનુસાર પશ્ચિમ દિશામાં રસોડું હોવું શુભ હોય છે, પરંતુ આ દિશામાં રસોડું રાખવાથી ખર્ચ પણ ઘણો થાય છે.

    ધનમાં આવે છે અવરોધ

    જો ઘરનો ઢોળાવ ઇશાન કોણની તરફથી ઊંચો હોય તો તે ઘરમાં ધન આવવામાં અવરોધ ઉભો કરે છે.

    બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ. તેનાથી પતિ-પત્નીમાં લડાઈ ઝઘડા થાય છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharma bhakti, Vastu dosh, Vastu shastra, Vastu tips, ધર્મભક્તિ

    આગામી સમાચાર