Home /News /dharm-bhakti /Vastu Tips: આ વસ્તુઓને ઘરમાં રાખવાથી આવશે નકારાત્મકતા, ધ્યાન રાખજો નહિ તો...
Vastu Tips: આ વસ્તુઓને ઘરમાં રાખવાથી આવશે નકારાત્મકતા, ધ્યાન રાખજો નહિ તો...
આ વસ્તુઓ ઘરમાં રાખવાથી આવશે નકારાત્મકતા (ફાઈલ તસવીર)
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કૈક્ટસ જેવા કાંટાવાળા છોડ તમે ઘરમાં, બેડરુમ કે પછી મુખ્ય દરવાજા પાસે ન મુકી શકો, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. આ છોડના કારણે તમારા દાંપત્ય જીવન પર અસર પડે છે.
વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) યોગ્ય દિશાના જ્ઞાનની સાથે સાથે ઘરમાં પોઝિટિવ એનર્જી (Positive energy) રહે તે માટે કઈ વસ્તુને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી જોઇએ તે પણ જણાવે છે. આપણે પોતાના ઘરને સજાવવા માટે ઘણા શો પિસ અને ઇન્ડોર પ્લાન્ટસનો ઉપયોગ કરતાં હોઇએ છીએ, પણ શું તમને ખબર છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પાછળ કઇ કઇ વસ્તુઓ જવાબદાર છે? આવી વસ્તુ ઘરમાં રાખવાથી તમે કંગાલ થઇ શકો છો. આવો જાણીએ ઘરમાં ન રાખવા જેવી 5 વસ્તુઓ અંગે.
કાંટાવાળા છોડ- વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કૈક્ટસ જેવા કાંટાવાળા છોડ તમે ઘરમાં, બેડરુમ કે પછી મુખ્ય દરવાજા પાસે ન મુકી શકો, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. આ છોડના કારણે તમારા દાંપત્ય જીવન પર અસર પડે છે. તમે આ છોડને ઘરની બહાર મુકી શકો છો.
ટુટેલી ક્રોકરી- ઘરમાં લોકો પાસે જાત ભાતની અને મોંઘી ક્રોકરીઓનો સેટ હોય છે, પણ ઘણીવાર તે તુટી જાય છતાં આપણે તેને કઇ ને કઇ વપરાશ માટે લેતા રહીએ છીએ, પણ આમ ન કરવુ જોઇએ, જો કોઇ કપ કે પ્લેટમાં તીરાડ પડે છે, તો તેનો ઉપયોગ ટાળો. વાસ્તુ સુચવે છે કે, આ તુટેલી પ્લેટ તમારા જીવનમાં પણ તિરાડ લાવી શકે છે અને અસફળતાનો પણ સામનો કરાવી શકે છે. આ પ્રકારના વાસણોમાં જમાવનું બનાવવું પણ સ્વાસ્થ્ય માટે ખરાબ છે.
બેડરુમમાં ટેલિવિઝન – વાસ્તુ મુજબ જો તમારા બેડરુમમાં ટેલિવિઝન છે, તો તે આજે જ હટાવી લેજો. જે તમારા ઝગડાઓનું કારણ બની શકે છે, પણ જો તમારે રુમમાં ટીવી રાખવુ જ છે, તો તેની પણ એક ચોક્કસ દિશા છે, દક્ષિણ-પુર્વના ખુણામાં તમે ટીવી લગાવી શકો છો.
બંધ ઘડિયાળ- ઘરમાં બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે. બંધ ઘડીયાળ દર્શાવે છે કે, તમે જીવનમાં ફસાઇ ગયા છો અને આગળ નથી વધી રહ્યાં. જેના પરિણામે તમને સંબંધો, કરિયરમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
5.સુકા છોડ-અત્યારના દિવસોમાં ઇન્ડોર છોડ (Indoor plants) વાવવાનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે. પરંતુ ઘરની અંદર કાંટાવાળા છોડ (Thorny plants) ક્યારેય ન લગાવો અને સાથે જ જો ઘરમાં રાખેલ કોઈપણ છોડ સુકાઈ જાય છે, તો તરત જ તેને કાઢી નાખો. તમારા ઇન્ડોર પ્લાન્સનું ધ્યાન રાખો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર