Vastu Tips: વાસ્તુની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. વાસ્તુ અનુસાર ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા ધન, વૈભવ વગેરે લાવે છે. જીવનમાં ધનનો અભાવ ખૂબ જ પરેશાની ઊભી કરે છે. લોકોને ધનવાન થવું હોય છે. અઢળક રૂપિયા હોય, ખ્યાતિ હોય તેવું ઘણા લોકો ઈચ્છે છે. જોકે, તેમની પાસે પૈસા તો આવે છે પણ વધુ સમય ટકતા નથી. ક્યારેક ઘણી મહેનત પછી પણ પૈસાની તંગી સર્જાતી હોય છે, તેથી પૈસા રાખવાની જગ્યાએ બિનઉપયોગી અને અપવિત્ર વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની કૃપા દૂર થઈ જાય છે.
આવી સ્થિતિમાં કેટલાક ઉપાય કરવા જરૂરી છે. આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું, આ ઉપાયો કરવાથી તમને ક્યારેય ધનની કમી નહીં આવે. તેમજ માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે.
અનેક લોકોના પર્સમાં પૈસા સિવાયની ઘણી વસ્તુઓ છે, જેમાંથી કેટલીક વસ્તુ લાંબા સમયથી ઉપયોગમાં લેતા નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમાંની કેટલીક વસ્તુઓ પર્સમાંથી બહાર કાઢવી જોઇએ. આ વસ્તુઓ આસપાસ નકારાત્મક ઉર્જા વધારે રહે છે. પરિણામે પૈસાની બાબતમાં તમારે નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે. જોકે, કેટલીક વસ્તુઓ શુભ ફળ મેળવવા માટે પર્સમાં રાખવામાં આવે છે. આ વસ્તુઓ બરકત લાવે છે.
પર્સમાં શું રાખવું અને શું ન રાખવું?
પર્સની અંદર કોઈ ફાટેલી નોટ, કોઈ ફોટો કે ખરાબ કાગળ ન હોવા જોઈએ. તેનાથી ધનનો પ્રવાહ ઓછો થાય છે. ઉધારીના કાગળો, જૂના બિલ પણ ન રાખો. આનાથી માં લક્ષ્મી ગુસ્સે થાય છે અને તમારી પાસે પૈસાની કમી થઈ શકે છે.
યાદ રાખો કે, પર્સ જેટલું સાફ રાખશો તેટલું જ સારું છે. પર્સની અંદર બધી વસ્તુઓ વ્યવસ્થિત હોવી પણ જરૂરી છે. પર્સમાં લક્ષ્મી માતાનો કાગળનો ફોટો રાખો અને તેને સમયાંતરે બદલતા રહો. આનાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે. આ સિવાય તમે શ્રી યંત્ર પણ રાખી શકો છો, કારણ કે તે લક્ષ્મીનું જ સ્વરૂપ છે.
આ ઉપરાંત વાસ્તુ મુજબ પર્સમાં સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પણ ધનલાભ થાય છે. જો કે તેને મુકતા પહેલાં માતા લક્ષ્મીના ચરણોમાં ધરવા જરૂરી છે. પર્સમાં ચોખા રાખવાથી નકામા ખર્ચથી રાહત મળે છે અને પૈસામાં વધારો થાય છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર