Home /News /dharm-bhakti /

Vastu tips: મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘર સુખ અને સમૃદ્ધિથી હર્યું ભર્યું રહેશે

Vastu tips: મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘર સુખ અને સમૃદ્ધિથી હર્યું ભર્યું રહેશે

વાસ્તુ ટીપ્સ

Vastu tips: ઘરના મુખ્ય દ્વારને શુભ અને ઉત્તમ બનાવવા માટે તમામ વસ્તુઓ લગાવવામાં આવે છે. જો આ વસ્તુઓ યોગ્ય રીતે લગાવવામાં આવે તો ખૂબ જ લાભ થઈ શકે છે.

    Dharmabhakti: ઘરના મુખ્ય દ્વારને ખુશીઓનો પ્રવેશ (Home main entry) દ્વાર માનવામાં આવે છે. આ પ્રવેશ દ્વારમાંથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. જ્યાંથી ઘરમાં રહેનાર તમામ લોકોનું ભાગ્ય નિર્ધારિત થાય છે. જો પ્રવેશ દ્વાર યોગ્ય ના હોય તો ઘરમાં (House) ક્યારેય પણ ખુશીઓ આવી શકતી નથી. ઘરના મુખ્ય દ્વારને શુભ અને ઉત્તમ બનાવવા માટે તમામ વસ્તુઓ લગાવવામાં આવે છે. જો આ વસ્તુઓ યોગ્ય રીતે લગાવવામાં આવે તો ખૂબ જ લાભ થઈ શકે છે.

    મંગલ કળશ: કળશનો અર્થ સંપન્નતા થાય છે, જે શુક્ર અને ચંદ્રનું પ્રતીક છે. કળશની સ્થાપના મુખ્યરૂપે બે જગ્યાઓ પર કરી શકાય છે. મુખ્ય દ્વાર પર અથવા પૂજા સ્થાનના મુખ્ય દ્વાર પર રાખવામાં આવતા કળશનું મુખ પહોળુ અને ખુલ્લું હોવું જોઈએ. જેમાં પર્યાપ્ત માત્રામાં પાણી ભરીને રાખવું જોઈએ. જેમાં શક્ય હોય તો ફૂલની પાંખડીઓ પણ નાખીને રાખવી જોઈએ. મુખ્ય દ્વાર પર જળ ભરેલ કળશ રાખવાથી ઘરમાં સંપન્નતા આવે છે. ઉપરાંત ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

    વંદનવાર: કોઈપણ શુભ કાર્ય અથવા ઉત્સવ પહેલા મુખ્ય દ્વાર પર વંદનવાર લગાવવામાં આવે છે. મોટાભાગે તમામ પ્રકારના વંદનવારનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ આંબાના પત્તાઓના વંદનવારને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો વંદનવાર મંગળવારે લગાવવામાં આવે તો તેને સર્વોત્તમ ગણવામાં આવે છે. આંબાના પત્તાઓમાં સુખને આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. ઉપરાંત આ પત્તાઓની વિશેષ સુગંધથી મનની ચિંતા પણ દૂર થાય છે. આ કારણોસર આંબાના પત્તાઓથી બનેલ વંદનવાર ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-Vastu Tips: વાસ્તુ અનુસાર ભોંયરુ કેવું હોવું જોઈએ, ફોલો કરો 9 વાસ્તુ ટીપ્સ

    સ્વસ્તિક: સ્વસ્તિક ચાર ભુજાઓથી બનેલ વિશેષ પ્રકારની આકૃતિ છે. સામાન્ય રીતે કોઈપણ જગ્યાની ઊર્જામાં વૃદ્ધિ કરવા માટે, ઘટાડવા માટે અથવા સંતુલિત કરવા માટે સ્વસ્તિક એટલે સાથિયો દોરવામાં આવે છે. જો સ્વસ્તિકનો ખોટો પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. લાલ અને વાદળી રંગના સ્વસ્તિકને વધુ પ્રભાવશાળી ગણવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ લાલ સ્વસ્તિક લગાવવાથી ઘરમાં વાસ્તુ અને દિશા દોષ દૂર થાય છે. મુખ્ય દ્વારની વચ્ચો વચ્ચ વાદળી સ્વસ્તિક લગાવવાથી ઘરની તમામ વ્યક્તિનું સ્વાસ્થ્ય ઠીક રહે છે.

    આ પણ વાંચોઃ-Panch mahapurush yog: કુંડળીમાં આ 5 યોગ ધરાવતી વ્યક્તિ શ્રીકૃષ્ણની જેમ જ ભાગ્યશાળી હોય છે

    ગણેશજી: ઘરમાં ખુશી અને શુભતા લાવવા માટે મુખ્ય દ્વાર પર ગણેશજીનો ફોટો અથવા મૂર્તિ લગાવવામાં આવે છે. પરંતુ ગણેશજીનો ફોટો નિયમ અને જાણકારી વગર લગાવવાથી મુશ્કેલીઓ વધી શકે છે. ગણેશજીની પીઠની જેમ દરિદ્રતા હોય છે અને પેટની જેમ સંપન્નતા હોય છે. આ કારણોસર જ્યારે પણ મુખ્ય દ્વાર પર ગણેશજી લગાવવામાં આવે તો અંદરની તરફ ગણેશજી લગાવો. બહારની તરફ ગણેશજી લગાવવાથી ધન કો અભાવ વર્તાય છે અને દરિદ્રતા વધે છે. અંદરની તરફ ગણેશજી લગાવવાતી તમામ પ્રકારની મુશ્કેલીઓનો નાશ થાય છે અને તમામ કાર્યમાં સફળતા મળે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: DharmaBhakti, Vastu tips, Vastushastra

    આગામી સમાચાર