Home /News /dharm-bhakti /Vastu Tips: ઘરમાં એકસાથે ઉંદર ભેગા થાય તો થઇ જાઓ સાવધાન, આવી શકે છે મોટી આફત
Vastu Tips: ઘરમાં એકસાથે ઉંદર ભેગા થાય તો થઇ જાઓ સાવધાન, આવી શકે છે મોટી આફત
ઘરમાં ઉંદર ભેગા થાય તો થઇ જાઓ સાવધાન
Vastu Tips: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર બનાવતા સમયે અથવા જમીન ખોદતા સમયે અનેક એવી ઘટના સર્જાય છે કે, જે શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. જો તમે પણ પોતાની જમીન પર ઘર બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતોની જાણ હોવી જરૂરી છે.
ધર્મ ડેસ્ક: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેની જમીન અથવા ઘર હોય. જ્યારે વ્યક્તિ જમીન ખરીદવા જાય છે, ત્યારે તેના મનમાં અનેક સવાલો ઊભા થાય છે કે, આ ઘર તેને ફળશે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર બનાવતા સમયે અથવા જમીન ખોદતા સમયે અનેક એવી ઘટના સર્જાય છે કે, જે શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર, આ તમામ બાબતોનો એક અલગ જ અર્થ હોય છે. જો તમે પણ પોતાની જમીન પર ઘર બનાવવાનું વિચારી રહ્યા છો, તો અહીંયા જણાવેલ બાબતોની જાણ હોવી જરૂરી છે.
ઉંદર, કીડીઓ અને મધમાખીઓથી સાવધાન રહો
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં મધમાખીનો પૂડો હોય તો ઘર માલિકે અસહનીય પીડાઓ ઝેલવી પડી શકે છે. ઉંદર એકસાથે ઘરમાં ભેગા થઈ જાય તો તે ઘરમાં આપત્તિનો સંકેત આપે છે. જો તમારા ઘરમાં પણ અચાનક ઉંદર આવવા લાગે છે, તે તમારા પર કોઈ મોટી આફત આવી શકે છે. લાલ કીડીઓ પણ અશુભ બાબતો જેમ કે, આર્થિક નુકશાનનો સંકેત આપે છે.
આ પ્રકારની જમીનની પસંદગી ભૂલથી પણ ન કરવી જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર મકાન બનાવવા માટે પથરાળ ભૂમિની પસંદગી ના કરશો. કહેવામાં આવે છે કે, પથરાળ જમીન પર ઘર બનાવવામાં આવે તો ઘરના સભ્યોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કાર્યોમાં અડચણ પણ આવી શકે છે. જે જમીન પર ઘર બનાવવાનું હોય તે જમીનનો આકાર વર્ગ અથવા આયાતકાર હોય તો તે મકાન અશુભમાનવામાં આવે છે. ઉપરાંત આ જમીનનો આકાર ત્રિકોણ અથવા સમતલ ના હોય તો પરિવારના સભ્યોએ અનેક સંકટનો સામનો કરવો પડે છે.
ખોદાણકામ કરતા સમયે હાડકાં, રાખ અથવા સાપ નીકળવા
ઘર બનાવતા સમયે જમીનના ખોદાણકામમાં હાડકાં, રાખ અથવા કોઈપણ આપત્તિજનક વસ્તુ નીકળે તો શાંતિ પાઠ જરૂરથી કરાવવો જોઈએ. મકાનનું આગળનું કામ કરાવતા પહેલા જ આ પાઠ કરાવી લેવો જોઈએ. જમીનના ખોદાણકામ દરમિયાન સાપ નીકળે તો તેને અશુભ માનવામાં આવે છે. સાપ નીકળવાને દુર્ઘટનાનો સંકેત માનવામાં આવે છે. જે માટે સર્પ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ, નહીંતર નુકસાન થઈ શકે છે.
ઘરની મધ્યમાં કોઈ ખાડો અથવા ગંદકી ના હોવી જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો ઘરની મુખ્ય વ્યક્તિ હંમેશા બિમાર રહે છે. ઉપરાંત ઘર બનાવતા સમયે ઘરનો ઉત્તર-પૂર્વ ભાગ ખુલ્લો રહેવો જોઈએ, જેનાથી ઘરમાં સુખ અને સંપત્તિ આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દરવાજો વધુ ઊંચો હોય તો તેને અશુભ માનવામાં આવે છે. જે ઘરનો દરવાજો વધુ ઉંચો હોય છે, તે ઘરમાં અનેક મુશ્કેલીઓ આવે છે. આ કારણોસર ઘરના દરવાજાની હાઈટ સામાન્ય હોવી જોઈએ. દરવાજા વધુ ઊંચા હોય તો ઘરના સભ્યોએ દુ:ખદ ઘટનાઓનો સામનો કરવો પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર