Home /News /dharm-bhakti /Vastu Tips: પતિ-પત્નીમાં રહે છે અણબણ? તો અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ, સુધરી જશે સબંધ

Vastu Tips: પતિ-પત્નીમાં રહે છે અણબણ? તો અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ, સુધરી જશે સબંધ

પતિ-પત્ની વાસ્તુ ટિપ્સ

Vastu Tips husband wife: પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે જેમાં પ્રેમ અને સંઘર્ષ બંને હોય છે. જો આ વિવાદ દરરોજ થાય છે, તો તેના માટે પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તમારા સંબંધને મજબૂત કરવા માંગો છો. જેના માટે તમારે તમારા ઘરમાં ઘણા નાના ફેરફારો કરવા જોઈએ. જાણો કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: વૈવાહિક જીવનની શરૂઆત સાથે જ દરેક મહિલાઓ અને પુરુષનું પણ એક નવું જીવન શરુ થાય છે, પરંતુ કોઈ કારણસર વૈવાહિક જીવનની મધુરતા ખતમ થવા લાગે છે. સબંધ દુરી વધવાના ઘણા કારણ હોય છે. વાસ્તુ શાસ્ત્ર માને છે કે ઘર બનાવતી સમયે નાની-મોટી ભૂલો પણ સબંધમાં દુરી બનાવવા માટે જવાબદાર હોઈ શકે છે. ખોટી રીતે બનાવવામાં આવેલા ઘરોમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. એવામાં પોતાના જીવનમાં સાથી સાથે અણબનાવ શરુ થઇ જાય છે અને ઘણી વખત સબંધ તૂટવાની નોબત આવી જાય છે. પોતાના સબંધને મજબૂતી આપવા માટે વાસ્તુ શાસ્ત્રના કેટલાક ઉપાય અપનાવી શકાય છે. આઓ જાણીએ છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિશા પણ સંબંધોને જાળવી રાખવામાં ઘણી મદદ કરે છે. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે જો તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધ રાખવા માંગતા હોવ તો તમારા ઘરનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવો. આ સિવાય વાદળી અને જાંબલી રંગ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કરાવવો યોગ્ય રહેશે.

વાસ્તુ અનુસાર ઘરમાં સંબંધો જાળવી રાખવા માટે ઘરની દીવાલો પર તેજસ્વી રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સિવાય બેડરૂમની દિવાલોને હળવા અને પેસ્ટલ રંગોથી રંગવી પણ યોગ્ય છે. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવવા માટે રૂમની સજાવટ પણ ખૂબ જ જરૂરી છે. રૂમની સજાવટ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓને હંમેશા જોડીમાં રાખો.

આ પણ વાંચો: Vastu Tips: ઘરનું મંદિર બનાવડાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ સામગ્રીનો ઉપયોગ, થશે મોટું નુકસાન

રસોડું ઘરનો મુખ્ય ઓરડો છે, તેથી ઘરનું રસોડું હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. આ સિવાય જો શક્ય હોય તો રસોડાની દિવાલોને નારંગી રંગથી રંગાવો.

સંબંધોમાં મધુરતા લાવવા માટે તમે તમારા જીવનસાથી સાથે તમારો ફોટો તમારા ઘરના બેડરૂમની પશ્ચિમ દિશામાં લગાવી શકો છો. આ ઉપરાંત, તમારા પલંગ પર પેસ્ટલ શીટની ફ્લોરલ ડિઝાઇનવાળી બેડશીટનો ઉપયોગ કરવો પણ શુભ છે.

આ પણ વાંચો: Vastu Tips: રસોડાની દિવાલો હોવી જોઇએ આ રંગની, આ દિશામાં રાખો બારીઓ અને ગેસ સ્ટવ



ઘર ખુલ્લું અને હવાવાળું હોવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યની સાથે તે સંબંધોમાં શક્તિનો સંચાર પણ વધારે છે. આ સિવાય હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પરિણીત યુગલોના પલંગની સામે ભૂલથી પણ અરીસો ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તમારા બેડરૂમમાં મોટા કદનો અરીસો લગાવવાથી સંબંધોમાં તણાવ આવી શકે છે.
First published:

Tags: Dharm Bhakti, Vastu shastra