Home /News /dharm-bhakti /Dhanteras 2022: ધનતેરસ પહેલાં ઘરના દ્વાર પર આ 6 વસ્તુઓ અવશ્ય રાખો, લક્ષ્મીજી થશે પ્રસન્ન, કરાવશે અઢળક ધનની પ્રાપ્તિ

Dhanteras 2022: ધનતેરસ પહેલાં ઘરના દ્વાર પર આ 6 વસ્તુઓ અવશ્ય રાખો, લક્ષ્મીજી થશે પ્રસન્ન, કરાવશે અઢળક ધનની પ્રાપ્તિ

ધનતેરસ પહેલાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનાં ઉપાય

Dhanteras 2022: દરવાજા પર વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો ઘરમાં વાસ્તુ મુજબ કાર્ય કરવામાં આવે, તો લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં આવકનું પ્રમાણ વધવા લાગે છે.

    ્ધર્મભક્તિ ડેસ્ક: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા પ્રયત્નો કરવા છતાં રૂપિયાની તંગી રહે છે કે પછી ઈચ્છીત નફો મળતો નથી, તો તેનું કારણ વાસ્તુદોષ હોઈ શકે છે. લક્ષ્મીનું આગમન વાસ્તુમાં મહત્વનું માનવામાં આવે છે. લક્ષ્મી ઘરના દરવાજામાંથી જ પ્રવેશ કરે છે. તેથી દરવાજા પર વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો ઘરમાં વાસ્તુ મુજબ કાર્ય કરવામાં આવે, તો લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં આવકનું પ્રમાણ વધવા લાગે છે.

    તુલસીનો છોડ

    ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. તુલસીનો છોડ ઘણો પવિત્ર હોય છે. એનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તુલસી ભગવાન વિષ્ણુને ઘણી પ્રિય છે, તેથી તુલસીના છોડને ઘરના આંગણામાં રોપવાથી તેમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે, જેથી રૂપિયાની તંગી દૂર થાય છે.

    સ્વસ્તિકનું પ્રતીક

    સ્વસ્તિકનું ચિન્હ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને સાથિયો પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને જૈન ધર્મમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ છે. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ રાખવાથી સકારાત્મક ઉર્જા સાથે લક્ષ્મી માતાનું આગમન થાય છે. દરવાજા પર લાલ અથવા પીળાં રંગનું સ્વસ્તિક બનાવવું જોઈએ.

    પગલાં બનાવો

    જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાનો વાસ કાયમ તમારા ઘરમાં રહે, તો તમારે તેમના શુભ પગલાંના ચિન્હો બનાવવા જોઈએ. લક્ષ્મી માતાના પગલાંના ચિન્હો દરવાજાની વચ્ચે હોવાને બદલે મુખ્ય દરવાજાની બન્ને બાજુ રાખવા જોઈએ. જેથી લક્ષ્મી માતાના ચરણ કમળ પર બીજા કોઈના પગ ન પડે.



    ફૂલોના કુંડા

    શુક્રને પણ ધનનો દેવતા માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વારની બન્ને તરફ ખુશ્બૂદાર ફૂલોના કુંડા રાખવા જોઈએ, એનાથી શુક્ર દેવતા પ્રસન્ન થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે.

    દરવાજા પર તોરણ

    દરવાજા પર તોરણ બાંધવાથી સૌભાગ્ય ખુલે છે. જો ઘરમાંથી રૂપિયાની કમી દૂર કરવી છે, તો સુંદર તોરણ લગાવવું જોઈએ. ફૂલો કે પાંદડાનો તોરણ બનાવીને લગાવી શકો છો.

    આ બાબતો ધ્યાનમાં રાખો

    લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સ્વચ્છતા પણ જરૂરી છે. જો ઘરમાં ગંદકી હશે તો લક્ષ્મી માતાનો વાસ શક્ય નથી. તેથી ઘરનો દરવાજો હોય કે રસોડું દરેક જગ્યાએ સ્વછતા હોવી જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Maa Laxmi, ધનતેરસ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन