Home /News /dharm-bhakti /ઘરમાં ભૂલથી પણ ના કરો આ લાકડીનો ઉપયોગ, નહીં તો આખી જીંદગી પસ્તાશો

ઘરમાં ભૂલથી પણ ના કરો આ લાકડીનો ઉપયોગ, નહીં તો આખી જીંદગી પસ્તાશો

વાસ્તુ નિયમો ધ્યાન રાખવા જરૂરી છે.

Vastu tips for wood in home: ઘર બનાવતી વખતે તેમજ ઘરમાં ડેકોરેશન કરતી વખતે અનેક નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. વાસ્તુ અનુસાર ઘરમાં તમે કઇ લાકડીનો ઉપયોગ કરો છો એ પણ ખૂબ મહત્વનું છે. તો જાણો આ વિશે તમે પણ.

    Vastu tips: જ્યારે કોઇ વ્યક્તિ નવું ઘર બનાવે છે ત્યારે અનેક પ્રકારના સવાલો મનમાં થતા હોય છે. આ સાથે જ અનેક લોકો ઘર બનાવતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખતા હોય છે. ખાસ કરીને વાસ્તુ ટિપ્સ ફોલો કરતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો વ્યક્તિ જ્યારે કોઇ નવું ઘર બનાવે છે ત્યારે યુનિક ક્રિએટિવિટીની સાથે લાકડીના સામનનો ઉપયોગ કરતા હોય છે. લાકડીનું પણ વાસ્તુ અનુસાર અનેક રીતે મહત્વ રહેલું છે. લાકડીમાંથી બનેલો સામાન ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ઘરના દરવાજા, બારીઓ, ફર્નિચર જેવી અનેક વસ્તુઓ લાકડીમાંથી બનતી હોય છે. ઘરની ડેકોરશન આઇટમ્સમાં પણ લાકડીનો ઉપયોગ થતો હોય છે.

    આ પણ વાંચો:ઘરમાં અહીં લાગેલી ઘડિયાળથી થાય છે ભયંકર નુકસાન

    તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે લાકડી પણ વાસ્તુ અનુસાર અનેક રીતે મહત્વતા ધરાવે છે. આ માટે ઘરનું ડેકોરેશન કરતા હોવ કે પછી કોઇ વસ્તુ બનાવતા હોવ..ત્યારે તમે કયા લાકડા-લાકડીનો ઉપયોગ કરો છો એ બહુ મહત્વનું છે. nari.punjabkesari અનુસાર વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં લાકડીઓનો ઉપયોગ કરવો એ આવશ્યકતા છે, પરંતુ કેટલાક પ્રકારની લાકડીને અશુભ માનવામાં આવે છે. તો જાણો આ વિશે તમે પણ..

    પીપળાની લાકડી


    ઘર બનાવતી વખતે ક્યારે પણ પીપળાની લાકડીઓનો ઉપયોગ કરશો નહીં. માન્યતાઓ અનુસાર પીપળાની લાકડીનો ઉપયોગ કરવાથી દેવ દોષ લાગી શકે છે. આ સિવાય પીપળાની લાકડીમાં ઘરમાં નેગેટિવ એનર્જીનું કારણ બની શકે છે. આ માટે ઘરમાં આનો ઉપયોગ કરશો નહીં.

    આ પણ વાંચો:સપનામાં મૃૃત્યુ જોવાથી વધે છે ઉંંમર?

    આંબલીની લાકડી


    આંબલીની લાકડીનો ઉપયોગ પણ ક્યારે ઘરમાં કરવો જોઇએ નહીં. આંબલીની લાકડીનો ઉપયોગ ઘરમાં કરવાથી નેગેટિવ એનર્જી વધવા લાગે છે. નેગેટિવ એનર્જીને કારણે ઘરમાં લોકોને અજીબ પ્રકારનો ડર લાગવા લાગે છે.


    ચંદનનું લાકડુ


    ચંદનનું અનેક રીતે વાસ્તુમાં મહત્વ રહેલું છે, પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે ક્યારે પણ ઘરમાં ચંદનની લાકડીનો ઉપયોગ વસ્તુ બનાવવા માટે કરવો જોઇએ નહીં. આનાથી ઘરમાં એનર્જી ઓવર થવા લાગે છે જેને શુભ માનવામાં આવતુ નથી. માન્યતાઓ અનુસાર ઘરમાં કે મંદિરમાં કોઇ ધાર્મિક મૂર્તિ બનાવવા માટે તમે આ લાકડીનો ઉપયોગ કરી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Astrology, Religion, વાસ્તુ ટિપ્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन