Home /News /dharm-bhakti /

Clock Vastu Tips: ઘરમાં કઈ દિશામાં ઘડિયાળ ન લગાવવી જોઈએ? ઘડિયાળના કયા કલર અને આકારથી બચવું?

Clock Vastu Tips: ઘરમાં કઈ દિશામાં ઘડિયાળ ન લગાવવી જોઈએ? ઘડિયાળના કયા કલર અને આકારથી બચવું?

જો ઘડિયાળ યોગ્ય દિશામાં (Vastu Tips)ન લગાવવામાં આવે તો તેની નકારાત્મક અસર પરિવારના સભ્યો અને ઘર પર પડી શકે છે (પ્રતિકાત્મક તસવીર)

Vastu Tips for Wall Clock : ઘડિયાળ કઈ દિશામાં ન રાખવી, ઘડિયાળનો કલર કેવો ન હોવો જોઈએ અને તેના આકાર સહિતના ઘડિયાળ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જાણવું જરૂરી છે

દરેક લોકોના ઘરોમાં દીવાલ ઘડિયાળ (Clock Vastu Tips)હોય છે. પરંતુ જો ઘડિયાળ યોગ્ય દિશામાં (Vastu Tips)ન લગાવવામાં આવે તો તેની નકારાત્મક અસર પરિવારના સભ્યો અને ઘર પર પડી શકે છે. ઘડિયાળ આપણને અનેક પ્રકારના સંકેતો પણ આપે છે. જો ઘડિયાળ સમયાંતરે ચાલતી બંધ થઈ જતી હોય તો આ પણ એક પ્રકારનો સંકેત છે. આવી સ્થિતિમાં ઘડિયાળ કઈ દિશામાં ન રાખવી, ઘડિયાળનો કલર કેવો ન હોવો જોઈએ અને તેના આકાર સહિતના ઘડિયાળ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જાણવું જરૂરી છે. અહી તે અંગે જાણકારી અપાઈ છે.

ઘડિયાળ લટકાવવાની સાચી દિશા

ઘરમાં ઘડિયાળ દક્ષિણ દિશામાં રાખી હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. તેની સાથે ખરાબ સમાચાર પણ સાંભળવા મળી શકે છે. આમ કરવાથી ઘરના સભ્ય માટે ખરાબ સમય સાબિત થઈ શકે છે. તમારા ઘરની ઘડિયાળ પૂર્વ કે પશ્ચિમ દિશામાં રાખો. આમ કરવું શુભ માનવામાં આવે છે.

દરવાજાની ઉપર ઘડિયાળ ના લગાવો

જો તમે તમારા ઘરની ઘડિયાળ કોઈપણ દરવાજાની ઉપર રાખી છે અને લોકો આ ઘડિયાળની નીચેથી પસાર થઈ રહ્યા છે, તો તે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય પણ લાવી શકે છે. એવામાં તેને તરત જ કોઈપણ દરવાજાની ઉપરથી હટાવી દેવી જોઈએ.

આ પણ વાંચો - હનુમાન ચાલીસાનો પાઠ વધુ ફળદાયી રહેશે, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

ઘડિયાળનો રંગ કેવો હોવો જોઈએ?

ઘરમાં કાળી, વાદળી અથવા ભગવા રંગની ઘડિયાળ હોય તો તેને તરત જ બદલી નાખો. નહીંતર, તમારા જીવનમાં નકારાત્મક પરિણામો આવી શકે છે.

ઘડિયાળનો આકાર

ઘરમાં ઘડિયાળ ગોળ અથવા ચોરસ આકારની હોવી જોઈએ. અન્ય કોઈપણ આકારની ઘડિયાળ લગાવવી જોઈએ નહીં. આ સિવાય ઘરમાં પેંડલવાળી ઘડિયાળ લાગવાથી સારા સંકેતો મળે છે. આવી ઘડિયાળ માણસના જીવનનો ખરાબ સમય દૂર કરનારી હોય છે. તેથી તેને ડ્રોઈંગ રૂમ માં લગાવવી વધારે હિતાવહ છે.

ઘડિયાળ વારંવાર બંધ થવી સારી વાત નથી

જો તમારા ઘરમાં ઘડિયાળ વારંવાર બંધ થતી હોય તો આ પણ એક પ્રકારનો સંકેત છે. નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશવાની છે અથવા પ્રવેશી ચુકી છે તેવું આ સંકેત સૂચવે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Dharm, Dharm Bhakti, Vastu tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन