Home /News /dharm-bhakti /

Temple Vastu Tips : ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ, લક્ષ્મીજીની સદાય રહેશે મહેર

Temple Vastu Tips : ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ, લક્ષ્મીજીની સદાય રહેશે મહેર

ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવાથી થશે ફાયદો

Temple Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મંદિર અંગે અનેક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાંથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સાથે જ લક્ષ્મી માતાની કૃપા રહે છે.

વધુ જુઓ ...
    વાસ્તુ શાસ્ત્ર (Vastu)માં ઘરની વસ્તુઓની સ્થિતિનું વિશેષ મહત્વ રહેલું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી વસ્તુઓથી ઘરમાં રહેતા વ્યક્તિઓને સકારાત્મક ઉર્જા (positive energy) મળતી હોય છે. જેનો ઘરમાં રહેતા વ્યક્તિઓ પર સીધો પ્રભાવ પડે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ દોષ હોય તો પૂર્ણ થયેલા કામો પણ ખરાબ થઈ શકે છે. એવામાં ઘરમાં રાખવામાં આવેલા મંદિર (Temple)ને ક્યા સ્થળે રાખવું જોઈએ અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે અંગેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. આજે અમે તમને જણાવવા જઈએ છે કે, ઘરના મંદિરમાં રાખવામાં આવેલી અમૂક વસ્તુઓ મુકવાથી લક્ષ્મી મતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા સદાય ઘરના વ્યક્તિઓ પર રહે છે.

    ક્યા કરવી જોઈએ મંદિરની સ્થાપના?

    વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર-પૂર્વ દિશા છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધનહાનિ થવાની સંભાવના રહે છે.
    ઘરના મંદિરમાં રાખો આ વસ્તુઓ

    મોર પીછ

    ભગવાન શ્રીકૃષ્ણને મોરનાં પીંછાં ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે. તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે.

    આ પણ વાંચો: Astrology: આ બે રાશિનાં જાતકોએ ભૂલથી પણ ન પહેરવો કાળો દોરો, નહીં તો આવશે દુર્ભાગ્ય

    શંખ

    ઘરમાં નિયમિત રીતે શંખ ફૂંકવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવી માન્યતા છે કે પૂજા સ્થાન પર શંખ રાખવો ખૂબ જ શુભ હોય છે. આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

    ગંગા જળ

    હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના પાણીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારેય બગડતું નથી. હિંદુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

    આ પણ વાંચો: Astrology: શનિના અસ્તના કારણે મિથુન અને સિંહ સહિત આટલી રાશિઓમાં આવશે સુખ સમૃદ્ધિ

    શાલિગ્રામ

    શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vastu shastra, Vastu tips, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર