Home /News /dharm-bhakti /કાલે પહેલું નોરતું: મુખ્ય દ્રાર પર લગાવો આ વસ્તુ, નહીં પડે પૈસાની તકલીફ અને હંમેશા રહેશો સુખી

કાલે પહેલું નોરતું: મુખ્ય દ્રાર પર લગાવો આ વસ્તુ, નહીં પડે પૈસાની તકલીફ અને હંમેશા રહેશો સુખી

નવરાત્રીમાં મુખ્ય દ્રાર પર લગાવો આ વસ્તુ

Navratri 2022: કાલથી નવરાત્રી શરૂ થાય છે ત્યાં અનેક ઘરોમાં વાસ્તુ અનુસાર પૂજા-વિધિ કરવામાં આવે છે. આમ, નવરાત્રીમાં નવ દિવસોનું ખાસ મહત્વ રહેલું હોય છે. આ નવ દિવસોમાં તમે મનથી પૂજા વિધિ કરો છો તો તમારી અનેક ઇચ્છાઓ પૂરી થાય છે.

    Navratri 2022: કાલથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે ત્યારે અનેક લોકોના ચહેરા પર એક મસ્ત ખુશી જોવા મળી રહી છે. આ દિવસોમાં વાસ્તુ અનુસાર અનેક નિયમો પાળવા ખૂબ જરૂરી છે. નવરાત્રી દરમિયાન તમે વાસ્તુ અનુસાર પૂજા વિધિ કરો છો તો માં દૂર્ગાની કૃપા હંમેશા તમારી પર બની રહે છે. આ દરમિયાન માં દૂર્ગાની પૂજા પૂરા ભક્તિ ભાવથી કરવામાં આવે છે તો ઘરમાં પોઝિટિવ એનર્જી બની રહે છે અને નેગેટિવિટી બહાર જાય છે. ભક્તો માંને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ કરતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે જે કરવાથી માંની કૃપા હંમેશા તમારી પર બની રહે છે. માં દૂર્ગાની કૃપા મેળવવા માટે તમે ઘરના મુખ્ય દ્રાર પર કેટલાક ઉપાયો કરી શકો છો.

    આસોપાલવનું તોરણ લગાવો


    નવરાત્રીના પહેલા દિવસે તમારા ઘરના મુખ્ય દ્રાર પર આસોપાલવનું તોરણ લગાવો. આ તોરણ લગાવવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને હંમેશા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાયેલું રહે છે. આસોપાલનું તોરણ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

    આ પણ વાંચો: શું તમને પણ સપનામાં દેખાઇ રહી છે દેવી દુર્ગા?

    દરવાજા પર સ્વસ્તિક બનાવો


    નવરાત્રીના પહેલા દિવસે તમે દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. આ માટે તમે સિંદૂરથી દરવાજા પર સ્વસ્તિક બનાવો. આ સિવાય પાણીમાં હળદર મિક્સ કરીને જળ ચઢાવો.

    માંના પગના નિશાન


    મુખ્ચ દ્રાર પર તમે નવરાત્રિના પહેલા દિવસે માં દૂર્ગાના પગના નિશાન અંદર આવે એ રીતે દિશામાં લગાવો. લાલ રંગનો ઉપયોગ તમે પગના નિશાન બનાવવામાં માટે કરી શકો છો.

    આ પણ વાંચો: ગૃહપ્રવેશ માટે નવરાત્રિના નવેય દિવસ ગણાય છે શુભ

    પૈસાની તંગી દૂર થાય


    ઘરમાં કોઇ પણ પ્રકારની આર્થિક સમસ્યા છે તો તમે નવરાત્રીમાં માં લક્ષ્મીના મંદિરમાં જઇને લાલ રંગના કપડામાં ચપટી કેસર, હળદર અને ચોખા બાંધીને ચઢાવો. આમાંથી થોડા ચોખા લાવીને ઘરમાં ધનના સ્થાન પર મુકો. માન્યતાઓ અનુસાર આનાથી તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની ખોટ રહેતી નથી. ઘરમાં પૈસાની અછત પણ આ ઉપાયથી પૂરી થાય છે.

    તાંબાના લોટામાં જળ ભરીને રાખો


    નવરાત્રીના દિવસોમાં તમે માંની પૂજા કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરીને મુખ્ય દ્રાર પર મુકો. આ જળમાં ગુલાબની પાંદડીઓ નાંખો. આમ કરવાથી ઘરની નેગેટિવિટી દૂર થાય છે અને સાથે માં લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ પણ થશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Navratri 2022, Navratri Culture, ધર્મ ભક્તિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन