Home /News /dharm-bhakti /

વાસ્તુ પ્રમાણે ધંધા અને ઓફિસનાં સ્થળે કરો આ સામાન્ય ફેરફાર,થશે સતત અઢળક ફાયદો

વાસ્તુ પ્રમાણે ધંધા અને ઓફિસનાં સ્થળે કરો આ સામાન્ય ફેરફાર,થશે સતત અઢળક ફાયદો

ઓફિસ અથવા દુકાનમાં ઊભા હોય તેવા ગણેશજીનું ચિત્ર લગાવવું જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તેમના બંને પગ જમીનને અડેલા હોય, તેનાથી વેપારમાં સ્થિરતા આવે છે

ઓફિસ અથવા દુકાનમાં ઊભા હોય તેવા ગણેશજીનું ચિત્ર લગાવવું જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તેમના બંને પગ જમીનને અડેલા હોય, તેનાથી વેપારમાં સ્થિરતા આવે છે

    ધર્મ ડેસ્ક: ઘણી વખત આખો દિવસ અથાગ મહેનત કરવા છતાં પણ દિવસનાં અંતે થયેલો વકરો ક્યાંય વપરાઇ જાય છે. ખુબ બધુ કમાવા છતા હાથ પર પૈસો ટકતો નથી. તો ક્યારેક ખુબ બધા જતન કરવા છતાં ગલ્લામાં પૈસા જ નથી આવતા કે ધન લાભ થતો જ નથી.

    જો કેટલીક સામાન્ય વાસ્તુ ટિપ્સને ફોલો કરવામાં આવે તો જો વાસ્તુ દોષનાં કારણે નોકરી ધંધામાં મંદી સહન કરવી પડતી હોય તો તે દૂર થાય છે. અને પૈસો ટકવા લાગે છે.

    1. દુકાનમાં મુખ્ય વ્યક્તિની બેસવાની જગ્યા વાયવ્ય દિશામાં રાખવી.


    2. ટેબલ નીચે જુતા-ચંપલ કે ઝાડુ રાખવામાં આવે તો વેપારમાં ખોટ આવી શકે છે.

    3. દુકાન કે ઓફિસનો દરવાજો અંદરની બાજુ ખુલે તેમ રાખવો. બહારની બાજુ દરવાજો ખુલતો હશે તો લક્ષ્મી જશે આવશે નહીં

    4.  ઓફિસ અથવા દુકાનમાં ઊભા હોય તેવા ગણેશજીનું ચિત્ર લગાવવું જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તેમના બંને પગ જમીનને અડેલા હોય, તેનાથી વેપારમાં સ્થિરતા આવે છે.

    5.  ધનમાં વૃદ્ધી માટે તિજોરી ઉત્તર દિશામાં ખુલે તેમ રાખવી. કારણ કે આ દિશા દેવતાઓના કોષાધ્યાક્ષ કુબેરની દિશા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Vastu tips, કચેરી

    આગામી સમાચાર