ધંધાનાં સ્થળે કરો વાસ્તુ મુજબનાં સામાન્ય ફેરફાર, થશે અઢળક ફાયદો

ઓફિસ અથવા દુકાનમાં ગણેશજીનો એક ફોટો લગાવો.  ધ્યાન રાખો કે ફોટામાં ગણેશ મહારાજ ઉભા હોય અને તેમનાં બંને પગ જમીનને અડેલા હોય, જેથી તમારા વેપારમાં સ્થિરતા આવશે.

News18 Gujarati
Updated: March 23, 2019, 10:49 AM IST
ધંધાનાં સ્થળે કરો વાસ્તુ મુજબનાં સામાન્ય ફેરફાર, થશે અઢળક ફાયદો
ઓફિસ અથવા દુકાનમાં ગણેશજીનો એક ફોટો લગાવો.  ધ્યાન રાખો કે ફોટામાં ગણેશ મહારાજ ઉભા હોય અને તેમનાં બંને પગ જમીનને અડેલા હોય, જેથી તમારા વેપારમાં સ્થિરતા આવશે.
News18 Gujarati
Updated: March 23, 2019, 10:49 AM IST
ધર્મડેસ્ક: જેમ ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે પ્રભુનું મનન ચિંતન કરવામાં આવે છે. તેમની યોગ્ય રીતે સ્થાપના કરીને નિયમિત પૂજન કરવામાં આવે છે તેમ આ કામ ફક્ત ઘર સુધી મર્યાદિત ન રાખીને ઓફિસ અને ધંધાનાં સ્થળે પણ મૂર્તિનું સ્થાપન કરી નિયમતિ પૂજન કરો. કોઇપણ પ્રકારનો દોષ હશે કે તમને સમસ્યા હશે તો તે નિયમિત પૂજન માત્રથી ઓછી થશે. દરરોજ કામનાં સ્થળે પણ મંદીરમાં દીવો અને અગરબત્તિ કરવાની ટેવ પાડો.

આ ઉપરાંત ચાલો જાણીયે એવાં કેટલાંક ઉપાય જે આપનાં વેપારમાં સમૃદ્ધી લાવવા મદદ કરશે.

– ઓફિસ અથવા દુકાનમાં ગણેશજીનો એક ફોટો અવશ્ય લગાવો. ખાસ ધ્યાન રાખો કે આ ફોટામાં ગણેશ મહારાજ ઉભા હોય અને તેમનાં બંને પગ જમીનને અડેલા હોય, જેથી તમારા વેપારમાં સ્થિરતા આવશે.

– દરરોજે ઓફિસનાં સ્થળે દિવો અને અગરબત્તી અવશ્ય કરવો. જો દિવો રહી જાય તો અગરબત્તી કરવાની આદત પાડી લેજો. તમને અવશ્ય ફાયદો થશે.
– દુકાન અથવા ઓફિસમાં જો કબાટ કે પછી શોકેઝ બનાવો તો તેને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવા. જેથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.
– ધનમાં વૃદ્ધી થાય તે માટે તિજોરી એવી રીતે ગોઠવો કે તેનાં દ્વાર ઉત્તર દિશામાં ખુલે.
Loading...

– દુકાનમાં મુખ્ય વ્યક્તિની બેસવાની જગ્યા વાયવ્ય દિશામાં રાખવી.
– સોના-ચાંદીના વેપારીઓએ દુકાનમાં લાલ અથવા કેસરી કલરની વસ્તુઓ ન રાખવી.
– ટેબલ નીચે જુતા-ચંપલ કે ઝાડુ રાખવાની ભૂલ ક્યારેય ન કરવી. આમાં કરવાથી વેપારમાં ખોટ આવી શકે છે.
– દુકાન કે ઓફિસનો દરવાજો અંદરની બાજુ ખુલે તેમ રાખવો. બહારની બાજુ દરવાજો ખુલતો હશે તો ખર્ચ વધશે.
First published: March 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...