Home /News /dharm-bhakti /મોરપીંછના આ ઉપાયો બદલી દેશે તમારું જીવન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધી અને શાંતિ

મોરપીંછના આ ઉપાયો બદલી દેશે તમારું જીવન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધી અને શાંતિ

મોરના પીંછા ઘરમાં રાખવાથી થાય છે આ લાભ

vastu tips: મોરના પીંછા ઘરમાં રાખવાથી અનેક લાભ થાય છે. વાસ્તુ અનુસાર મોરના પીંછા ઘરમાં રાખવાથી ધન લાભ પણ થાય છે. તો જાણો તમે પણ વાસ્તુ અનુસાર મોરના પીંછાનું શું છે મહત્વ.

    વાસ્તુ ટિપ્સ: ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય મોરપીંછ (Peacock Feather) દેખાવમાં જેટલું સુંદર હોય છે, તેના કરતાં વધારે પ્રભાવશાળી હોય છે. આના વગર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અધૂરી રહે છે. આમ જોવા જઈએ તો મોરપીંછને ઘરમાં રાખવાથી પણ અશુભ શક્તિઓ (Bad Energy)નો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ મોરપીંછના ઉપાય (Peacock Feather Remedies ) કરવાથી મોટી મુશ્કેલીઓને પણ દૂર કરી શકાય છે. આવો જાણીએ મોરપીંછ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે.

    દુશ્મન પર જીત


    જો તમે કોઈ ખાસ વ્યક્તિથી પરેશાન છો, તો મંગળવાર કે શનિવારે મોરપીંછ પર હનુમાનજીના માથાના સિંદૂરથી તેમનું નામ લખો. તેને આખી રાત પૂજા સ્થાન પર રાખો અને પછી બીજા દિવસે સવારે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા ગુપ્ત રીતે થવી જોઈએ. આ ઉપાયથી શત્રુ પણ મિત્ર બની જાય છે.

    ધન લાભ


    મોરપીંછની યુક્તિ ધનલાભ માટે ખૂબ કારગર છે. આ માટે રાધાકૃષ્ણ મંદિરમાં મોરપીંછની સ્થાપના કરો. રોજ તેની પૂજા કરો અને પછી 40 દિવસ પછી તેને તમારી તિજોરી કે ધનની જગ્યાએ રાખો. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ સાથે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે.

    કાલસર્પ દોષ


    પૌરાણિક માન્યતાઓ અનુસાર કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણએ મુગટમાં મોરપીંછના પીંછા પણ ધારણ કર્યા હતા. કાલસર્પ દોષને દૂર કરવામાં આ ઉપાય કારગર છે. મોરની સાપ સાથે દુશ્મની છે, તેથી 7 મોરપીંછને ઓશીકાના કવરમાં મૂકીને તેના પર સુવો.

    આ પણ વાંચો: દુકાનની બહાર લીંબુ- મરચાં કેમ લટકાવામાં આવે છે

    ગૃહશાંતિ


    ગ્રહોની આડઅસરોને ઓછી કરવા માટે, જે ગ્રહથી પીડા થઈ રહી છે તે ગ્રહના મંત્રનો 21 વખત જાપ કરીને મોરપીંછ પર પાણી છાંટવું. ત્યાર બાદ તેને પૂજા સ્થાનમાં રાખો. થોડા જ દિવસોમાં ચમત્કારી પરિણામ આવવા લાગશે.

    નજરદોષ


    નવજાત બાળકોને ખૂબ જ નજર લાગતી હોય છે, આવી સ્થિતિમાં બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે ચાંદીના તાવીજમાં મોરના પીંછાં નાખીને તેમના માથા પર રાખો. આનાથી ભય પણ દૂર થશે.

    ખોટા ખર્ચાથી બચાવે છે મોરપીંછુ


    જો કોઈ વ્યક્તિને ફાલતુ ખર્ચ કરવાની આદત હોય અથવા કોઈની પાસે પૈસા ન હોય તો મોરપીંછને તમારા ઘરની પૂજાના સ્થાનમાં રાખવાથી તમને ફાયદો થશે. એવું માનવામાં આવે છે કે પૂજા ઘર અથવા મંદિરમાં મોરપીંછ રાખવાથી ઘરમાં બરકત આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે સંબંધો સારા હોય છે.

    આ પણ વાંચો: કરોડોમાં રમે છે આ લોકો જેમનાં હાથમાં હોય આ રેખાઓ

    કઇ દિશામાં રાખવું મોરપીંછ?


    વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે ઘરમાં મોરના પીંછા હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ સારું રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Morpankh upay, Vastu tips, ધર્મ ભક્તિ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन