Home /News /dharm-bhakti /Vastu Tips: સેલરી-દેવાની સમસ્યાનું તાત્કાલિક આવી જશે સમાધાન! અપનાવો આ વાસ્તુ ટિપ્સ
Vastu Tips: સેલરી-દેવાની સમસ્યાનું તાત્કાલિક આવી જશે સમાધાન! અપનાવો આ વાસ્તુ ટિપ્સ
પૈસાને લગતી સમસ્યા માટે વાસ્તુ ટિપ્સ
Vastu Shastra money: માતા લક્ષ્મીની પૂજા આર્થિક રીતે થતી સમસ્યાનો અંત લાવે છે. એ ઉપરાંત ઘણા એવા વાસ્તુ ઉપાય છે જે કરવાથી પણ પગાર, દેવાથી લઇ થતી સમસ્યા દૂર કરે છે તો ચાલો જાણીએ.
વાસ્તુ શાસ્ત્ર: મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક મોરચે તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. એ ઉપરાંત કેબેર અને શુક્ર ગ્રહથી પણ લાભ થાય છે. કહેવાય છે કે શુક્રવારે વિશેષ ઉપાય કરવાથી પણ સરળતાથી ધન લાભ થાય છે. વિશેષ સ્થિતિઓમાં નિયમિત દાન કરવાથી પણ રૂપિયા-પૈસાની કમી રહેતી નથી. આઓ આજે જાણીએ કે કયા ચમત્કારી ઉપાય કરવાથી ધન લાભ સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે.
નોકરીમાં કેવી રીતે વધશે પૈસા: શુક્રવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે મીઠાઈ અને પાણી મૂકી દો. આ પછી વૃક્ષની ત્રણ વખત પરિક્રમા કરો. પછી નોકરીમાં ઉન્નતિની પ્રાર્થના કરો. ઈચ્છો તો કેટલાક પીપળાના છોડ પણ લગાવી લો. આ ઉપાય કરવાથી નોકરીમાં આવી રહેલી ધનની સમસ્યા દૂર થઇ જશે.
દેવા સાથે જોડાયેલી સમસ્યા- જો તમે પણ દેવા સાથે જોડાયેલી સમસ્યાથી પરેશાન છો તો શુક્રવારે લીમડાના ઝાડની એક લાકડી ઘરે લઇ આવો. એને પાણી ધોઈને સાફ કરી લો. ત્યાર પછી કાચના વાસણમાં મીઠું નાખી પાણીમાં રાખો. દેવા સાથે જોડાયેલી સમસ્યા દૂર થઇ જશે.
સંપત્તિ કેવી રીતે મેળવવીઃ- શુક્રવારે લક્ષ્મી માને ગુલાબી ફૂલોની માળા અર્પણ કરો. આ પછી ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મીજીની આરતી કરો. આ દિવસે કન્યાઓને સફેદ મીઠાઈનું દાન કરો. તમને તમારા વારસાનો હિસ્સો મળી જશે.
વેપારમાં ધનઃ- શુક્રવારના દિવસે લક્ષ્મીજીની તસવીર ગુલાબી ફૂલ પર સ્થાપિત કરવું. આ પછી દેવી લક્ષ્મીને ગુલાબનું અત્તર ચઢાવો. દરરોજ સવારે આ જ અત્તરનો ઉપયોગ કરો અને પછી કામ પર જાઓ. આ ઉપાયથી વેપારને સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વેપારી વર્ગના લોકોએ પણ પોતાના કાર્યસ્થળ પર ગુલાબના ફૂલ પર બેઠેલી લક્ષ્મીજીની તસવીર અથવા મૂર્તિ રાખવી જોઈએ.