Home /News /dharm-bhakti /

Vastu Tips: તુલસીની સાથે લગાવો આ છોડ, ઘરમાં ક્યારેય પણ નહીં આવે દરિદ્રતા

Vastu Tips: તુલસીની સાથે લગાવો આ છોડ, ઘરમાં ક્યારેય પણ નહીં આવે દરિદ્રતા

તુલસીના છોડની સાથે આ છોડ લગાવવામાં આવે તો તેના લાભ અનેક ગણા વધી જાય છે

Vastu Tips For Lucky Plants : તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી વ્યક્તિનું જીવન સુગમ અને સરળ બને છે

Vastu Tips For Lucky Plants:તુલસીના છોડને (tulsi plant)ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. અનેક લોકોને તુલસીના (tulsi)છોડના લાભકારી ગુણો વિશે ખબર હશે. લગભગ દરેક હિન્દુઓના ઘરમાં તુલસીનો છોડ હોય છે. હિન્દુ ધર્મમાં તુલસીને દેવી તરીકે પૂજવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં, નકારાત્મક ઊર્જા (Negative Energy) પ્રવેશ કરી શકતી નથી. જો પહેલેથી જ તે ઘરમાં નકારાત્મક ઊર્જા હોય તો તે ઊર્જા પણ નષ્ટ થઈ જાય છે. તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ દુખ અને દરિદ્રતા આવતા નથી. આસો માસમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીનું વિશેષ મહત્વ રહેલું છે.

તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી વ્યક્તિનું જીવન સુગમ અને સરળ બને છે તથા વ્યક્તિના જીવનમાં ધન અને ધાનથી કમી થતી નથી. તુલસીના છોડની સાથે સાથે કેટલાક ખાસ છોડ લગાવવાની માન્યતા છે. તુલસીના છોડની સાથે આ છોડ લગાવવામાં આવે તો તેના લાભ અનેક ગણા વધી જાય છે. આ મામલે જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર ઈન્દોરનિવાસી પંડિત કૃષ્ણકાંત શર્માએ જાણકારી આપી છે.

આ પણ વાંચો - હાથ પર આવું નિશાન માનવામાં આવે છે ખૂબ જ શુભ, પૈસાની નથી હોતી કમી

શમીનો છોડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીના છોડને અત્યંત શુભ માનવામાં આવે છે. શમીના છોડનો સંબંધ શનિદેવ સાથે છે. શમીનો છોડ ભગવાન ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે. આ છોડને તુલસીની સાથે લગાવવામાં આવે તો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે. આ કારણોસર ઘરના આંગણામાં અથવા જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં શમીનો છોડ લગાવવો જોઈએ.

કાળા ધત્તૂરાનો છોડ

કાળા ધત્તૂરાનો છોડ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, કાળા ધત્તૂરામાં ભગવના શિવનો વાસ છે. આ કારણોસર ઘરમાં આ છોડ લગાવવામાં આવે તો ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી પતિ અને પત્નીના સંબંધ વધુ મજબૂત થાય છે. ઉપરાંત નોકરી, વેપાર અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય છે.

પિતૃ દોષથી મુક્તિ

ઘરમાં કાળા ધત્તૂરાનો છોડ લગાવવાથી અને તેની રોજ તેની પૂજા કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. દરરોજ સવારે સ્નાન કરીને બંને છોડમાં જળ મિશ્રિત દૂધ અર્પણ કરો.
First published:

Tags: Vastu tips, ધર્મભક્તિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन