રસોડામાં કેમ સ્નાન કર્યા વગર ન જવું જોઈએ, જાણો મહત્વની વાતો

 • Share this:
  પહેલેથી જ એવું કહેવામાં આવે છે કે સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ કરવો જોઈએ નથી. અને આપણને આપણા ઘરમાં વૃદ્ધ લોકો, દાદા-દાદી પણ રસોડામાં સ્નાન કર્યા વગર પ્રવેશ કરવા દેતા નથી. પરંતુ તેના શું કારણો છે તે તમે જાણો છો? નહિં ને... તો આવો જાણીએ શું કારણ છે.

   શા માટે સ્નાન કર્યા વગર રસોડામાં ન પ્રવેશવું જોઈએ?

  • શાસ્ત્રો મુજબ સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ કરવો જોઈએ નહિં. કારણ કે તેનાથી દેવી અન્નપૂર્ણાનું અપમાન થાય છે.

  • વિજ્ઞાનનું પણ એવું જ માનવું છે કે સ્વચ્છ થયા વગર રસોઈ કરવાથી રોગ થાય છે. જેથી સ્નાન કરીને જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ.

  • તેનાથી પણ વધુ મહત્વનુ છે કે તમે કેવી અવસ્થામાં રસોડામાં પ્રવેશ કરો છો.
   તમે કઈ દિશામાં મોઢું કરીને રસોઈ બનાવો છો, તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે.


  રસોડામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું

  • જે લોકો દક્ષિણ દિશામાં મોઢું રાખીને ભોજન રાંધે છે એ ક્યારે પણ નિરોગી નથી રહી શકતા.

  • પશ્ચિમ દિશામાં મોઢું કરીને ભોજન બનાવવાથી ત્વચા અને હાડકાઓ સાથે સંબંધિત રોગ થવાનો ખતરો બન્યો રહે છે.

  • દક્ષિણ-પશ્ચિમ દિશામાં મોઢું કરીને રસોઈ કરવાથી ઘર-ગૃહસ્થીમાં ક્યારે ખુશહાલી નહી આવી શકે. નાની નાની વાત પર પણ પારિવારિક સભ્યોમાં મન દુખ થઈ જાય છે.

  • ઉત્તર દિશામાં મોઢું કરીને ભોજન બનાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત નહી રહે.

  • પૂર્વ દિશામાં મોઢું કરીને ભોજન બનાવવાથી શુભતાનો સંચાર થાય છે બરકત બની રહે છે.

  • રસોડામાં પૂર્વ દિશામાં બારી જરૂર રાખવી. તેનાથી સકારાત્મકતામાં વધારો હોય છે.

  • કોઈ પણ પારિવારિક સભ્યના ભોજન કરતા પહેલા ગાયને રોટલી આપો. આવું કરવાથી ક્યારે પણ પરિવાર પર કોઈ સંકટ નથી આવતું.

  Published by:Nisha Kachhadiya
  First published: