Home /News /dharm-bhakti /Vastu Tips: શું તમારા બાળકનું ભણવાનું મન નથી થતું? સ્ટડી રૂમમાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર કરો આ ફેરફારો અને જુઓ કમાલ!
Vastu Tips: શું તમારા બાળકનું ભણવાનું મન નથી થતું? સ્ટડી રૂમમાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર કરો આ ફેરફારો અને જુઓ કમાલ!
પ્રતીકાત્મક તસવીર
Vastu Tips: વાસ્તવમાં દરેક બાળકની બૌદ્ધિક ક્ષમતા અલગ-અલગ હોય છે. કેટલાક બાળકો નવી વસ્તુઓને ઝડપથી શીખે છે અને કેટલાક તેને શીખવામાં સમય લે છે. આ બધું તેમના બૌદ્ધિક સ્તરને કારણે થાય છે. જેના કારણે બાળકનું મન અભ્યાસમાં લાગતું નથી અને તેનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. આજે અમે તમને આ વાસ્તુ દોષને દૂર કરવા અને તમારા બાળકને અભ્યાસમાં હોશિયાર બનાવવાની ચોક્કસ રીત જણાવીશું.
નવી દિલ્હીઃ દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકો સારું ભણીને જીવનમાં આગળ વધે. આ માટે તેઓ બાળકોને ભણાવવાનો પૂરો પ્રયાસ કરતા રહે છે. તેમાંથી, ઘણાના બાળકો અભ્યાસમાં આગળ વધે છે, જ્યારે ઘણાના બાળકો ભણવામાં એવરેજ રહે છે અને કોઈક રીતે તેઓ માત્ર પાસ થઇ જતા હોય છે. નિષ્ણાતો કહે છે કે બાળક અભ્યાસમાં કેટલું હોશિયાર કે નબળું છે તેમાં તેનો કોઈ હાથ હોતો નથી.
દરેક બાળકમાં અલગ-અલગ બૌદ્ધિક ક્ષમતા હોય છે
વાસ્તવમાં દરેક બાળકની બૌદ્ધિક ક્ષમતા અલગ-અલગ હોય છે. કેટલાક બાળકો નવી વસ્તુઓને ઝડપથી શીખે છે અને કેટલાક તેને શીખવામાં સમય લે છે. આ બધું તેમના બૌદ્ધિક સ્તરને કારણે થાય છે. જોકે ઉચ્ચ બૌદ્ધિક સ્તર હોવા છતાં તે અભ્યાસમાં રસ ન લેતો હોય ત્યારે તે ચિંતાનો વિષય છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં બાળકના સ્ટડી રૂમના વાસ્તુની ભૂલો પણ સામેલ છે. જેના કારણે બાળકનું મન અભ્યાસમાં લાગતું નથી અને તેનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. આજે અમે તમને આ વાસ્તુ દોષને દૂર કરવા અને તમારા બાળકને અભ્યાસમાં હોશિયાર બનાવવાની ચોક્કસ રીત જણાવીશું.
વાસ્તુશાસ્ત્ર અનુસાર અભ્યાસ માટે પૂર્વ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી બાળક માટે બનાવેલ સ્ટડી રૂમ કે સ્ટડી ટેબલ પૂર્વ કે ઉત્તર તરફ મોં રહે તેમ ગોઠવવાનો પ્રયાસ કરો.
માં સરસ્વતીની તસવીર રાખો
માં સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. તેમની સામે રહેવાથી વાંચવાની પ્રેરણા મળે છે. તેથી, સ્ટડી ટેબલ પર દેવી સરસ્વતીનું ચિત્ર પૂર્વ દિશામાં રાખવું યોગ્ય રહેશે. સાથે જ તમે સ્ટડી ટેબલ પર વર્લ્ડ ગ્લોબ રાખી શકો છો.
ટેબલ સામે અરીસો ન મૂકવો
સ્ટડી ટેબલની સામે અરીસો ન મૂકવાનું ખાસ ધ્યાન રાખો. આમ કરવાથી બાળક વાંચવાને બદલે તેમાં જોવામાં વ્યસ્ત રહી શકે છે, જેનાથી તેનું ધ્યાન અભ્યાસમાંથી ભટકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બાળકના સ્ટડી ટેબલ પર ક્યારેય પુસ્તકોનો ઢગલો ન કરો. આમ કરવાથી તેઓ પુસ્તકોની ભીડ જોઈને ડરી શકે છે અને તેમનું મન અભ્યાસમાંથી હટી શકે છે. તેના બદલે તે પુસ્તકો બુક શેલ્ફમાં રાખો.
સ્ટડી રૂમમાં પગરખાં કે ચપ્પલ ન રાખો
બાળક જે રૂમમાં અભ્યાસ કરે છે ત્યાં શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ. કારણકે તેનાથી રૂમમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, જેના કારણે બાળકનું મન અભ્યાસમાંથી હટવા લાગે છે. તેથી, હંમેશા પગરખાં અને ચપ્પલ બહાર કાઢ્યા પછી જ સ્ટડી રૂમમાં પ્રવેશ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર