Home /News /dharm-bhakti /Vastu Tips: ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન રાખતા આ વસ્તુ, કરવો પડી શકે છે આર્થિક તંગીનો સામનો
Vastu Tips: ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન રાખતા આ વસ્તુ, કરવો પડી શકે છે આર્થિક તંગીનો સામનો
ઘરની દક્ષિણ દિશામાં આ વસ્તુ રાખવી નહિ
Vastu Tips For House: વાસ્તુ શાસ્ત્રના અનુસાર, ઘરમાં દરેક વસ્તુઓને વાસ્તુ નિયમો અનુસાર રાખવું શુભ માનવામાં આવે છે. ખોટી દિશામાં વસ્તુઓ રાખવાથી નાકાત્મકતા વધે છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.
વાસ્તુશાસ્ત્રમાં જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ઘરમાં તમામ વસ્તુઓ વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર રાખવાને શુભ માનવામાં આવે છે. દરેક દિશાના માલિક અલગ અલગ હોય છે. ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે દિશાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ સામાન કોઈપણ દિશામાં મૂકી શકાતો નથી. ખોટી દિશામાં વસ્તુ રાખવાથી નકારાત્મકતા વધે છે અને તણાવપૂર્ણ માહોલ સર્જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી વાસ્તુ શાસ્ત્રનું ચલણ વધી રહ્યું છે. ઘર, ઓફિસ, દુકાન તમામ સ્થળે વાસ્તુ શાસ્ત્ર અનુસાર વસ્તુ રાખવામાં આવે છે, જેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ઘરની દક્ષિણ દિશામાં શું ના રાખવું જોઈએ તે અંગે પંડિત ઈન્દ્રમણિ ઘનસ્યાલે વિગતવાર જાણકારી આપી છે.
બેડરૂમ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં બેડરૂમ રાખવો તેને અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં બેડ રાખવાથી દાંપત્યજીવનમાં પરેશાનીઓ આવે છે અને પતિ પત્ની વચ્ચે મનભેદ ઊભો થાય છે.
સ્ટોર રૂમ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં સ્ટોર રૂમ ના હોવો જોઈએ. ઘરની દક્ષિણ દિશામં સ્ટોર રૂમ હોય તો ઘરના સભ્યો વચ્ચે સંપ જળવાતો નથી અને ગેરસમજણ ઊભી થાય છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે તાલમેલ જળવાતો નથી.
પૂજા ઘર: વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં પૂજા ઘર અથવા મંદિર ના હોવું જોઈએ. વાસ્તુના નિયમ અનુસાર દક્ષિણ દિશા યમની દિશા હોય છે અને પિતૃ દિશા પણ હોય છે. આ કારણોસર દક્ષિણ દિશામાં પૂજા કરવી તેને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં ખરાબ શક્તિઓ ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.
ચપ્પલ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં જૂતા અને ચપ્પલ ના રાખવા જોઈએ. જેના કારણે પિતૃદોષ ઉત્પન્ન થાય છે અને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી શકે છે. ઘરમાંથી સુખ અને સમૃદ્ધિનો નાશ થાય છે.
મશીન: વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં કોઈપણ પ્રકારનો ઈલેક્ટ્રિક સામાન ના રાખવો જોઈએ. દક્ષિણ દિશામાં ઈલેક્ટ્રોનિક સામાન રાખવાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ઉપરાંત ઘરમાં કલેશની સ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર