Home /News /dharm-bhakti /

Sawan 2022: ઘરમાં હોય શિવજીની તસવીર કે મૂર્તિ તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Sawan 2022: ઘરમાં હોય શિવજીની તસવીર કે મૂર્તિ તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ઘરમાં શિવજીની પ્રતિમા રાખો છો તો રાખો આ વાતનું ધ્યાન

Sawan Somvar: ઘરમાં દેવી-દેવતાઓની પ્રતિમા રાખવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં શિવજીની તસવીર અવશ્ય લગાવો પણ ઘરમાં ભગવાન શિવની તસવીર કઇ દિશામાં લગાવવી જોઇએ. તે પણ જાણવું જરૂરી છે.

    Vastu Tips For Home: વાસ્તુ શાસ્ત્રનાં ઉપાય, સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિમાં ખુબજ સહાયક છે. વાસ્તુ શાસ્ત્રમાં એવાં ઘણાં ઉપાય છે જે આપનાં જીવનને સુખી કરી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘર ગવાનની તસવીર કે મૂર્તિ રાખવાથી સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. ઘરમાં દેવી-દેવતાઓની પ્રતિમા રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓમાં ભગવાન શિવને દેવોનાં પણ દેવ મહાદેવ કહેવાયા છે. શિવજીની કૃપાથી મોટા મોટા સંકટ ટળી જાય છે. એવામાં ઘરમાં શિવજીની પ્રતિમા સ્થાપિત કરતા સમયે શું ધ્યાન રાખવું જોઇએ તેનાં પર પંડિત ઇન્દ્રમણિ ધનસ્યાલ જણાવે છે.

    શિવની મૂર્તિ કઈ દિશામાં રાખવી જોઈએ?
    ઘરમાં શિવનું ચિત્ર અવશ્ય લગાવવું જોઈએ, પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે ઘરમાં ભગવાન શિવનું ચિત્ર કઈ દિશામાં લગાવવું જોઈએ. ભગવાન શિવની પ્રિય દિશા ઉત્તર છે અને આ દિશામાં તેમનો વાસ કૈલાસ પર્વત છે. તેથી ઘરમાં ભગવાન શિવનું ચિત્ર લગાવવા માટે ઉત્તર દિશા પસંદ કરવી જોઈએ. આ દિશામાં ચિત્ર લગાવવાથી શુભ ફળ મળે છે.

    ભગવાન શિવની એવી તસવીર ઉત્તર દિશામાં લગાવો, જેમાં તેઓ શાંત અને ધ્યાન કરતા હોય અથવા નંદી પર બેઠા હોય. આ સિવાય ભગવાન શિવની તસવીર એવી જગ્યાએ રાખવી જોઈએ, જ્યાંથી દરેક વ્યક્તિ તેમને જોઈ શકે.

    શિવની પારિવારની તસવીર
    આ સિવાય તમે શિવની એવી તસવીર પણ લગાવી શકો છો જેમાં તે પોતાના આખા શિવ પરિવાર સાથે બેઠા હોય. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શિવની એવી તસવીર ઘરમાં ન લગાવવી જોઈએ, જેમાં તે ક્રોધની સ્થિતિમાં હોય અથવા તેણે પોતાના ક્રોધનું સ્વરૂપ ધારણ કર્યું હોય. તે ઘરની સુખ-શાંતિ માટે સારું નથી
    Published by:Margi Pandya
    First published:

    Tags: Sawan somvar, Shiv pooja, Vastu tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन