Home /News /dharm-bhakti /Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ન બનાવશો કિચન કે ટોઇલેટ, થઈ શકે છે મોટું નુકસાન
Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ન બનાવશો કિચન કે ટોઇલેટ, થઈ શકે છે મોટું નુકસાન
vastu tips for home
Vastu tips for home: વાસ્તુશાસ્ત્ર માં ઉત્તર-પૂર્વ ખુણો એટલે કે ઇશાન દિશાને ખૂબ જ મહત્વપૂર્ણ દિશા માનવામાં આવે છે. આ દિશામાં શું કરવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ ચાલો જાણીએ.
ધર્મ ડેસ્ક: વાસ્તુશાસ્ત્ર (Vastu Tips)માં ઉત્તર-પૂર્વ ખુણો એટલે કે ઇશાન દિશા (Ishan)ને ખૂબ જ મહત્વપૂર્ણ દિશા માનવામાં આવે છે. આ દિશામાં એવી ઘણી વસ્તુઓ છે, જેને ભૂલથી પણ ન રાખવી કે બનાવવી જોઈએ. જ્યારે કેટલીક વસ્તુઓ એવી છે જેને આ દિશામાં રાખવી ખૂબ જ શુભ હોય છે. તેમજ આ દિશામાં શું કરવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ. ચાલો જાણીએ.
- ઉત્તર-પૂર્વ દિશા પૂજા રૂમ, બાલ્કની, વરંડા, ભૂગર્ભ ટાંકીઓ, ટ્યુબવેલ, રિસેપ્શન રૂમ અને વરસાદી પાણીના નિકાલ માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.
- ઉત્તર-પૂર્વ દિશા ક્યારેય ભારે ન હોવી જોઈએ, શૌચાલય અને રસોડું આ દિશામાં ન બનાવવું જોઈએ.
- જો કોઈ કારણસર ઈશાન ખૂણાને અડીને રસોડું હોય તો તે ઘરમાં રહેતા સભ્યોના પરિવારના વિકાસમાં મુશ્કેલી આવે છે. ધનખર્ચ વધુ થાય છે અને ઘરની સ્ત્રીઓનું સ્વાસ્થ્ય બગડે છે.
- ભગવાનની ખોટી દિશાને કારણે તેમની સકારાત્મક આભા પ્રાપ્ત કરવામાં ખોટ જાય છે અને ઘરના સભ્યોમાં વિખવાદની સમસ્યા રહે છે.
- ઈશાન દિશામાં ભારે વૃક્ષો ન વાવવા જોઈએ. તુલસીનો છોડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- ઉત્તર-પૂર્વમાં તિજોરી ન રાખવી જોઈએ, નહીં તો બિનજરૂરી ખર્ચ વધી જાય છે તેમજ પૈસા ચોરાઈ જવાનું જોખમ વધી જાય છે.